અફઘાનિસ્તાનમાં ભારતીયો નાગરિક સુરક્ષિત, એક-બે દિવસમાં લાવવામાં આવશે ભારત

|

નવી દિલ્લીઃ અફઘાનિસ્તાન પર હવે તાલિબાનનો કબજો થયા બાદથી આખા દેશમાં દહેશતનો માહોલ છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડી ચૂક્યા છે અને બાકીના નેતાઓ પોતાનો જીવ બચાવવા માટે બીજા દેશોમાં શરણ લઈ રહ્યા છે. તાલિબાને જો કે યુદ્ધ ખતમ કરવાનુ એલાન કરી દીધુ છે પરંતુ હજુ પણ કાબુલથી લૂંટફાટ અને હિંસાના સમાચારો આવી રહ્યા છે. આના કારણે ત્યાં રહેતા નાગરિકોમાં ડરનો માહોલ છે. આ દરમિયાન એએનઆઈના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે અફઘાનમાં રહેતા ઘણા ભારતીયો હવે ભારત પાછા આવવા માંગે છે.

હાલમાં બધા ભારતીયો સુરક્ષિત સ્થળોએ છે અને તેમને એક કે બે દિવસમાં સુરક્ષિત ભારત પાછા લાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યુ છે કે આના માટે વિશેષ વિમાન કાબુલ મોકલવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત પણ પોતાના કર્મચારીઓ અને લોકો જલ્દીમાં જલ્દી અફઘાનિસ્તાનથી બહાર લાવવાની તૈયારીઓમાં લાગી ગયુ છે. ભારત સરકારે એરઈન્ડિયાને કાબુલથી ઈમરજન્સી માટે બે વિમાન સ્ટેન્ડબાય પર રાખવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ એર ઈન્ડિયાની દિલ્લીથી કાબુલ જતી ફ્લાઈટનો ટાઈમ બદલાઈ ગયો હતો. હવે તે રાતે 8.30ના બદલે 12.30 વાગે ઉડાન ભરવાની છે.

વળી, ઈન્ડિયન એરફોર્સનુ પણ વિમાન કાબુલ પહોંચી ચૂક્યુ છે. કાલે વાયુ સેનાનુ એક સી-17 વિમાન લોકો અને ઉપકરણો સાથે કાબુલથી ભારત પાછુ આવ્યુ છે. તમને જણાવી દઈએ કે કાબુલમાં 1000થી વધુ ભારતીય અધિકારી અને સુરક્ષા કર્મચારી ફસાયેલા છે જેમને ભારત પાછા લાવવાના પ્રયત્નો તેજ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે કાબુલથી પણ એર ઈન્ડિયાની ફ્લાઈટ129 લોકોને લઈને દિલ્લી પહોંચી હતી.

અફઘાનિસ્તાનની સ્થિતિ ભારત માટે ચિંતાનો વિષય

અફઘાનમાં તાલિબાનના કબજા બાદ બનેલી સ્થિતિને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસે તાલિબાનને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. વળી, ભારતના રાજદૂત ટીએસ ત્રિમૂર્તિએ અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર ઉંડી ચિંતા વ્યક્ત કરીને કહ્યુ કે, 'હાલમાં ત્યાં પુરુષ, મહિલાઓ અને બાળકો બધા ડરના ઓછાયા હેઠળ છે, બધા આવનારા ભવિષ્ય માટે પરેશાન છે, આ ભારત માટે એક ચિંતાનો વિષય છે.'

જો કે અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરવાના એલાન બાદ તાલિબાનના પ્રવકતા જૈબિહુલ્લા મુજાહિદે ભારત સાથે સારા સંબંધોની વાત કરી છે. તેમણે કહ્યુ કે ડરવાની જરૂર કોઈને નથી. ભારતના રાજનાયિક અફઘાનિસ્તાનમાં સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

Several Indians in Afghanistan wanting to be repatriated to India are in a secure area and will be brought back home safely in a day or two: Sources pic.twitter.com/nczDr3kmXq

— ANI (@ANI) August 17, 2021

MORE KABUL NEWS  

Read more about:
English summary
Indian citizen safe in Afghanistan, to be brought to India in one or two days.
Story first published: Tuesday, August 17, 2021, 9:15 [IST]