ભારતમાં કોરોનાની સ્થિતિ સુધરતા અમેરિકાએ ભારતીયોને મુસાફરીના નિયમોમાં આપી ઢીલ

|

નવી દિલ્લીઃ અમેરિકાએ ભારત માટે ટ્રાવેલ એડવાઈઝરીમાં ઢીલ આપી છે અને હવે ભારતને લેવલ-2ની શ્રેણીમાં રાખવામાં આવ્યુ છે જેને સુરક્ષિત માનવામાં આવે છે. ભારતમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયા બાદ અમેરિકાએ આ નિર્ણય લીધો છે. આ વર્ષની શરૂઆતમાં અમેરિકાએ ભારતને લેવલ-4ની શ્રેણીમાં રાખ્યુ હતુ અને ભારતીય યાત્રીઓને અમેરિકાની યાત્રા ન કરવા માટે કહ્યુ હતુ. વાસ્તવમાં ભારતમાં કોરોનાની બીજી લહેરના કારણે સંક્રમણના કેસ ઘણા વધુ હતા જેના કારણે અમેરિકાએ ભારતીય યાત્રીએ પર પ્રતિબંધ લગાવી રાખ્યો હતો.

હવે સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને ભારતને લેવલ-2ની શ્રેણીમાં રાખ્યુ છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી કહેવામાં આવ્યુ છે કે જેને એફડીએએ મંજૂરી આપી છે એવી વેક્સીનના બંને ડોઝ જો તમે લઈ લીધા હોય અને કોરોનાના ગંભીર લક્ષણો ઓછા દેખાઈ રહ્યા હોય તો તમને કોવિડ-19નુ સંક્રમણ થવાનુ જોખમ ઓછુ છે. આંતરરાષ્ટ્રીય યાત્રાનુ પ્લાનિંગ કરતા પહેલા સીડીસના સૂચનોને જરુર વાંચી લો જેમાં મુસાફરો માટે વેક્સીન વિશે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

આ સાથે જ અમેરિકા તરફથી અમેરિકા યાત્રીઓને સૂચન આપવામાં આવ્યા છે કે તે ભારતના જમ્મુ કાશ્મીરની યાત્રા ન કરે કારણકે અહીં આતંકવાદ અને તણાવની સ્થિતિ છે. આ ઉપરાંત અમેરિકા નાગરિકોને ભારતમાં પાકિસ્તાનની સીમાથી 10 કિલોમીટરનુ અંતર જાળવી રાખવા માટે કહેવામાં આવ્યુ છે અને આવા ક્ષેત્રમાં ન જવાનુ સૂચન કરવામાં આવ્યુ છે જ્યાંથી પાકિસ્તાનની સીમા 10 કિલોમીટર પાસે છે.

MORE AMERICA NEWS  

Read more about:
English summary
America eases the norms for Indian passengers who wants to visit USA.
Story first published: Tuesday, August 17, 2021, 10:21 [IST]