કાબુલના ગુરુદ્વારામાં 320થી વધુ હિન્દુ-સિખોએ શરણ લીધી

|

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાની આર્મી પાછી બોલાવી લીધા બાદથી અહીંની હાલત સતત કફોડી બનતી જઈ રહી છે. કાબુલ સહિત આખા અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો જમાવી લીધો છે. એવામાં ત્યાં રહેતા હિન્દુ અને સિખ પરિવારો પણ ભયભીત થઈ ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાબુલમાં આવેલ એક ગુરુદ્વારામાં 300થી વધુ હિન્દુ અને સિખોએ શરણ લીધી છે. તેમની સાથે તાલિબાનના નેતાઓએ પણ વાત કરી છે અને સુરક્ષાનું વચન આપ્યું છે.

અફઘાનિસ્તાનમાં હાલાત બગડતા જઈ રહ્યા છે. તાલિબાન પાછું ફરતાં ત્યાં હિંસક ઘટનાઓ થવા લાગી છે. કાબુલ એરપોર્ટ પર અફરા-તફરી મચેલી છે. લોકો જીવ બચાવવા માટે કોઈપણ કિંમતે દેશ છોડવા માટે તૈયાર છે. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુ અને સિખ પરિવારોને પણ પોતાની સુરક્ષાની ચિંતા સતાવવા લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાબુલ સ્થિત એક ગુરુદ્વારામાં 300થી વધુ હિન્દુઓ અને સિખોએ શરણ લીધી છે.

દિલ્હી સિખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મનજિંદર સિંહ સરસાએ દાવો કર્યો કે કાબુલના ગુરુદ્વારાકરતા પરવનમાં કેટલાય હિન્દુઓ અને સિખોએ શરણ લીધી છે. તેમણે જણાવ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાં સિખો અને હિન્દુઓ સહિત અલ્પસંખ્યક સમુદાયોની સુરક્ષાને લઈને કાબુલ ગુરુદ્વારા કમિટીના અધ્યક્ષ સાથે સતત સંપર્કમાં છે.

મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું કે, 'હું કાબુલ ગુરુદ્વારા કમિટીના અધ્યક્ષ અને સંગત સાથે સતત સંપર્કમાં છું. તેમણે મને જણાવ્યું કે 320થી વધુ લોકો કરતા પરવન ગુરુદ્વારામાં છે. જેમાં 50 જેટલા હિન્દુઓ અને 270થી વધુ સિખ છે.'

તેમણે એમ પણ જણાવ્યું કે તાલિબાની નેતાઓએ તેમની સાથે મુલાકાત કરી છે અને તેમને સુરક્ષાનો ભરોસો અપાવ્યો છે. સિરસાએ ઉમ્મીદ જતાવી છે કે અફઘાનિસ્તાનમાં બદલાવ છતાં હિન્દુ અને સિખો ત્યાંથી સુરક્ષિત આવી જશે.

વિદેશ મંત્રાલયે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

અફઘાનિસ્તાનમાં બગડતા હાલાતોને જોતાં ભારતીય વિદેશ મંત્રાલયે ત્યાંથી ભારતીયોને કાઢવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અમરિંદર બાગચીએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે અફઘાનિસ્તાન સેલ બનાવવામાં આવી ચે. જો કોઈને પણ મદદ જોઈતી હોય તો તેઓ +919717785379 પર ફોન અથવા MEAHelpdeskIndia@gmail.com પર ઈમૅલ કરી શકે છે. અગાઉ અરિંદમ બાગચીએ જમાવ્યું હતું કે બારત પહેલેથી જ અફઘાન સિખ અને હિન્દુ સમુદાયોના પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં છે.

MORE AFGHANISTAN NEWS  

Read more about:
English summary
50 hindus and 270 sikhs took refuge in a gurdwara in Kabul
Story first published: Tuesday, August 17, 2021, 11:20 [IST]