દેશ આ વર્ષે નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે. 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસના રૂપમાં ઘોષિત કરવામાં આવ્યો છે, જ્યારે દેશ અંગ્રોજોનો ગુલામ હતો, ત્યારે નેતાજીએ આઝાદ હિંદ ફૌજ બનાવી દેશને ગુલામીની સાંકળમાંથી આઝાદ કરાવવા માટે બિગુલ ફૂંક્યું હતું. દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા નિભાવનાર નેતાજી સુભાષ ચંદ્ર બોસને સ્વતંત્રતા દિવસ પહેલાં આઈએનએ ટ્રસ્ટે એક કાર્યક્રમ દ્વારા તેમને યાદ કર્યા. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાઓમાં દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવી અને નેતાજી વિશે યુવાઓને જણાવવાનો હતો.
આઈએનએ ટ્રસ્ટ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં નેતાજીના વ્યક્તિત્વ પર ખુલીને ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન ટ્રસ્ટના વાઈસ ચેરમેન ડૉ જેએસ રાજપૂતે જણાવ્યું કે અમારો અસલી ઉદ્દેશ્ય દેશને તેના સાચા ઈતિહાસ વિશે જમાવવાનો છે. વાઈસ ચેરમેન મુજબ નેતાજી સુભાષ ચંદ્ર બોસે સ્વતંત્રતા અપાવવા માટે શું કામ કર્યું, તે હજી દેશે જાણ્યું જ ક્યાં છે?
વાઈસ ચેરમેને કહ્યું કે સુભાષ ચંદ્ર બોસ આઈએનએ ટ્સ્ટ કે દેશને તેનો સાચો ઈતિહાસ મળે દિશામાં કામ કરી રહ્યું છે. આની સાથે જ તેમણે જણાવ્યું કે નેતાજીએ દેશના સ્વતંત્રતા આંદોલન અને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે, તેમના યોગદાનને દેશે હજી સુધી જાણ્યું જ નથી. તેમના મુજબ નવા-નવા તથ્યો સામે આવી રહ્યાં છે, જેને લોકો સામે લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
ભારતના ઈતિહાસ સાથે છેડછાડ
ટ્રસ્ટના વાઈસ ચેરમેન ડૉ. જેએસ રાજપૂત મુજબ વર્ષ 1970ની આસપાસ અમારા ઈતિહાસકારોએ એક વિશેષ વિચારધારાના પક્ષે લખવું શરૂ કર્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે એ લોકોએ ભારતના ઈતિહાસ સાથે છેડછાડ કરી, જે બાદ કેટલાય પક્ષોને છૂપાવવામાં આવ્યા, જેનાથી આજના લોકો અજાણ છે. નેતાજી સુભાષ ચંદ્ર બોસનું નામ દેશના એવા મહાપુરુષોમાં આવે છે, જેમણે દેશની આઝાદીની જંગમાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવી છે. નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના ઓરિસ્સાના કટકમાં થયો હતો. આઝાદીની લડાઈમાં તેમણે 'તુમ મુજે ખુન દો, મેં તુમ્હે આઝાદી દુંગા', 'દિલ્હી ચલો' અને 'જય હિંદ' જેવા નારાથી સ્વતંત્રતા સંગ્રામમાં નવો જીંવ ફૂંકવાનું કામ કર્યું હતું.