નવી દિલ્લીઃ કોંગ્રેસ પક્ષનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઑલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે ત્યારબાદ તેમણે વૉટ્સએપ ગ્રુપ ચેટને પણ છોડી દીધી છે. સુષ્મિતા દેવે ટ્વિટર પર પોતાનો બાયો પણ બદલી દીધો છે અને ખુદને ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીના પૂર્વ નેતા બતાવી દીધા છે. તમને જણાવી દઈએ કે સુષ્મિતા દેવનુ ટ્વિટર હેન્ડલ હાલમાં જ સસ્પેન્ડ થઈ ગયુ હતુ, ટ્વિટર પૉલિસીના ઉલ્લંઘનના કારણે ટ્વિટરે તેમના અકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધા હતા.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ 9 વર્ષની બાળકીના માતા-પિતાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આરોપ છે કે બાળકી સાથે રેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી. રાહુલ ગાંધીની આ પોસ્ટ બાદ ટ્વિટરે તેમના અકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધુ હતુ. રાહુલ ગાંધીનુ અકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ ઘણા નેતાઓએ આના વિરોધમાં પોતાનુ પ્રોફાઈલ પિક્ચર બદલી દીધુ અને એ જ ફોટાને ડીપી બનાવ્યો જેને રાહુલ ગાંધીએ શેર કર્યો હતો. ત્યારબાદ ટ્વિટરે ઘણા કોંગ્રેસી નેતાઓના ટ્વિટર અકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધા હતા.