ભારતની ઓલિમ્પિક ટીમે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી, દીકરીઓને વધુ તક આપવા અપીલ કરી!

|

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 74 મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં ચા માટે ભારતીય ઓલિમ્પિક ટીમને આમંત્રણ આપ્યું હતું, જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ સહિત તમામ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ ખેલાડીઓને ઓલિમ્પિકમાં મેડલ જીતવા બદલ અભિનંદન આપતાં કહ્યું કે તમે દેશ માટે જે સન્માન મેળવ્યું છે તેના પર સમગ્ર દેશને ગર્વ છે.

રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તમારા કારણે પ્રથમ વખત ભારત પોતાની સૌથી વધુ સંખ્યામાં મેડલ જીતવામાં સફળ રહ્યું છે.

કોવિંદ વધુમાં કહ્યું કે, "આપણા ખેલાડીઓએ તાજેતરમાં સમાપ્ત થયેલ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં તેમના શાનદાર પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું છે. ભારતે તેના 121 વર્ષના ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ખાસ કરીને આપણા દેશની દીકરીઓએ પોતાના પ્રદર્શનથી દરેકને પ્રેરણા આપી છે.

પોતાના સંબોધનમાં આગળ વાત કરતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે આપણી દિકરીઓએ અનેક બાધાઓને પાર કરી રમતના મેદાન પર વિશ્વ કક્ષાનું પ્રદર્શન કર્યું છે. આપણા દેશની મહિલાઓની ભાગીદારી રમતની સાથે જીવનના દરેક ક્ષેત્રમાં વધુ સક્રિયપણે ભાગ લઈ રહી છે અને મોટો બદલાવ લાવી રહી છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓથી લઈને સેનાના સશસ્ત્ર દળો સુધી, લેબ્સથી લઈને રમતના મેદાન સુધી, આપણી દીકરીઓએ પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે હું દિકરીઓની આ સફળતામાંથી ભારતના ભવિષ્યમાં વિકાસની ઝલક જોઈ શકું છું. હું દેશભરના માતા-પિતાને વિનંતી કરું છું કે આવી આશાસ્પદ પુત્રીઓના પરિવારો પાસેથી શીખે અને તેમની પુત્રીઓને આગળ વધવાની તક આપે. રાષ્ટ્રપતિ કોવિંદે ઓલિમ્પિક મેડલ વિજેતાઓ, ખાસ કરીને મહિલા ખેલાડીઓનો આભાર માનતા કહ્યું કે, તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી દેશને કોરોના મહામારીના દુખદ સમયમાં ઉજવણી કરવાનું કારણ મળ્યું.

કોવિંદે ખેલાડીઓને કહ્યું કે, 'હું તમને જણાવવા માંગુ છું કે 130 કરોડ ભારતીયો તમારી સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા હતા અને તમારી જીતની ઉજવણી કરી રહ્યા હતા. ઘણા વર્ષો પછી ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજ ફરકાવવાની અને રાષ્ટ્રગીત ગાવાની ભાવનાનેે નીરજ ચોપરા સાથે દરેક ભારતીયોએ અનુભવી હતી. હું કોચ, સપોર્ટ સ્ટાફ, પરિવારના સભ્યો અને તમામ શુભેચ્છકોનો પણ આભાર માનું છું જેમણે તૈયારીમાં ફાળો આપ્યો. ફરી એકવાર, હું તમને બધાને એક ઉત્તમ પ્રદર્શન માટે અભિનંદન આપું છું અને ભવિષ્યમાં નવા રેકોર્ડ બનાવવા માટે તમને શુભેચ્છા પાઠવું છું. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ કોવિંદે ઓલિમ્પિક મેડલ વિજેતાઓને ચા માટે આમંત્રણ આપ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિએ તમામ ખેલાડીઓને મળ્યા હતા અને તેમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.

MORE રામનાથ કોવિંદ NEWS  

Read more about:
English summary
India's Olympic team meets President Kovind, appeals for more opportunities for daughters!
Story first published: Sunday, August 15, 2021, 16:39 [IST]