નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે એટલે કે 15 ઓગસ્ટે 75મો સ્વતંત્રતા દિવસના પ્રસંગે પ્રતિષ્ઠિત લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમ નરેન્દ્ર મોદીનુ સ્વતંત્રતા દિવસ પર આ વખતે સતત 8મુ સંબોધન હશે. લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવ્યા બાદ પીએમ મોદી સવારે લગભગ 7.30 વાગે પોતાનુ રાષ્ટ્રના નામે સંબોધન કરશે. કોરોના કાળમાં પીએમ નરેન્દ્ર મોદીનુ આ ભાષણ દેશવાસીઓ માટે ઘણુ મહત્વનુ છે. પીએમ નરેન્દ્ર મોદીનુ આ ભાષણ તમે પોતાના ઘરમાં બેસીને ઑનલાઈન જોઈ શકો છો. આવો, જાણીએ પીએમ નરેન્દ્ર મોદીનુ આ 15 ઓગસ્ટનુ ભાષણ તમે ક્યાં અને કેવી રીતે સાંભળશો.
ક્યાં જોશો પીએમ નરેન્દ્ર મોદીનુ આખુ ભાષણ
ભારતના જે ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે તેમને લાલ કિલ્લામાં સ્વતંત્રતા સમારંભ માટે પ્રધાનમંત્રી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતીય એથલીટોએ ટોક્યો રમતોમાં રેકૉર્ડ સાત મેડલ જીત્યા જેમાંથી એક ગોલ્ડ અને બે સિલ્વર અને ચાર કાંસ્ય પદક શામેલ છે. શનિવારે એટલે કે આજે 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રને સંબોધિત કરશે. 15 ઓગસ્ટે આ વર્ષે પણ કોરોના કાળમાં મનાવવામાં આવશે.