પાકિસ્તાનનો ધ્વજ આપણા કરતા ઉંચો હતો
અત્યારસુધી અટારી બોર્ડરે તિરંગા કરતા પાકિસ્તાનનો ધ્વજ ઉંડો હતો. ગેલેરીમાં રહેલા લોકોને લોકોને તે દેખાતો ન હતો અને પાકિસ્તાનનો 400 ફૂટ ઉંચો ધ્વજ જ દેખાતો હતો. પ્રેક્ષકોએ આ અંગે ઘણી વખત વાંધો પણ ઉઠાવ્યો હતો. જે બાદ સરકાર સંમત થઈ અને તિરંગાની ઉંચાઈ વધારવાની મંજુરી આપી.
કાશ્મીરમાં 100 ફૂટ ઉંચો તિરંગો ફરકાવાયો
દેશમાં ઘણી જગ્યાએ ઉંચા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા છે. 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. આ રાષ્ટ્રીય ધ્વજ 100 ફૂટ ઉંચો છે અને તેને ખીણના પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગ પર ફરકાવાયો છે. પહેલાં આ ધ્વજ આટલો ઉંચો ન હતો.લશ્કરી અધિકારીઓનું કહેવું છે કે 15 ઓગસ્ટે દેશના 75 માં સ્વતંત્રતા દિવસના અવસર પર આ વખતે અહીં રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગુલમર્ગમાં તૈનાત ભારતીય સેનાના કેપ્ટન અક્ષય શાહે જણાવ્યું હતું કે, તિરંગાને લઈને કાશ્મીરના બાળકોમાં ઘણો ઉત્સાહ છે. તેમણે કહ્યું, અહીં સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવો અમારો ડ્રીમ પ્રોજેક્ટ હતો. આ સ્થળ પંજાલ રેંજથી ખૂબ નજીક છે. અમે ખૂબ જ ખુશ છીએ કે મોટી સંખ્યામાં બાળકો ઉજવણીમાં ભાગ લેવા આવી રહ્યા છે. ઘણા બાળકોએ નારેબાજી સાથે મોટા થઈને સેનામાં જોડાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો દેખાઈ રહ્યો છે
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પણ તિરંગાની રોશની જોઈ શકાય છે. અહીં લાલ ચોક સ્થિત ટાવર રાત્રે ત્રિરંગાના રંગોથી ઝળહળી ઉઠે છે. શ્રીનગરના મેયર જુનૈદ મટ્ટુએ જણાવ્યું હતું કે, "અમે સ્વતંત્રતા દિવસ પહેલા લાલ ચોક ખાતે ક્લોક ટાવરને સજાવ્યું છે. ત્યાં નવી ઘડિયાળો લગાવવામાં આવી છે. તેને તિરંગાના રંગોથી પ્રકાશિત કરવામાં આવી છે." લાંબા સમય બાદ પહેલી વખત એવું બન્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના લાલ ચોક ખાતેના ક્લોક ટાવરને તિરંગાથી રોશની કરવામાં આવી છે. હવે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે અહીં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
મથુરામાં 100 ફૂટ ઉંચો તિરંગો ફરકાવાયો
ડિસેમ્બર 2018 માં દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને લોકોમાં દેશભક્તિની ભાવના પેદા કરવા માટે, ઉત્તર મધ્ય રેલવેએ મથુરા જંકશન પર 100 ફૂટ ઉંચો તિરંગો ફરકાવ્યો હતો. તે દરમિયાન લાન્સ નાઈક શહીદ જવાન હેમરાજના પત્ની ધર્મવતી મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.