હરિયાણાના હજારો ખેડૂતો સ્વતંત્રતા દિવસ પર પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડમાં ભાગ લેશે. આ માટે જીંદના ઉચાના કલાન ખાતે પ્રદર્શનકારીઓનું રિહર્સલ યોજાઈ રહ્યું છે, જેનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે. ખેડૂત આગેવાનોએએ જણાવ્યું હતું કે પરેડમાં મોટી સંખ્યામાં યુવાનો પણ ભાગ લેશે. તેમણે કહ્યું કે, "દેશના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આવતીકાલે યોજાનારી પરેડમાં લગભગ 5000 વાહનો અને 20,000 ખેડૂતો ભાગ લેશે."
ખેડૂતોના આક્રોશને જોતા સરકારના મંત્રીઓએ નક્કી કર્યું છે કે, હરિયાણા રાજ્યના સાત જિલ્લાઓમાં જ્યાં ખેડૂતો આંદોલનનો પ્રભાવ છે ત્યાં મંત્રીઓ ધ્વજ ફરકાવવા નહીં જાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ કરનારાઓના ભારે વિરોધને ધ્યાનમાં રાખીને જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ધ્વજ વંદન માટે ફરીદાબાદ આવી શકે છે. તેમના સિવાય ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા મહેન્દ્રગઢમાં ધ્વજ ફરકાવશે. આ બંને એવા શહેરો છે જ્યાં ખેડૂતોના આંદોલનની અસર આ દિવસોમાં દેખાતી નથી., ભાજપના એક નેતાએ કહ્યું કે 75 મા સ્વતંત્રતા દિવસના અવસરે હરિયાણામાં યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોના નામ નક્કી કરવામાં આવ્યા છે. જો કે જે નામો સામે આવ્યા છે તેમાં ઘણા જિલ્લાઓમાં મંત્રીઓના નામ નથી.
15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે જે જિલ્લાઓમાં મંત્રીઓ ધ્વજ નથી ફરકાવવાના઼ તેમાં સોનીપત, ઝજ્જર, રોહતક, જીંદ, કૈથલ, સિરસા અને કુરુક્ષેત્રનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં વિભાગીય કમિશનર અને ડેપ્યુટી કમિશનર ધ્વજ ફરકાવશે. આ સિવાય હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય ગુડગાંવમાં ધ્વજ ફરકાવશે અને અહીં જ કાર્યક્રમ યોજાશે. વિધાનસભાના અધ્યક્ષ કરનાલ જશે અને ગૃહમંત્રી અનિલ વિજ તેમના વતન અંબાલામાં હાજર રહેશે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રી કંવરપાલ ગુર્જર ચરખી દાદરી, મૂળચંદ શર્મા પલવલ, રણજીત સિંહ ફતેહાબાદ, જયપ્રકાશ દલાલ પંચકુલા અને પાણીપતમાં ડો.બનવારી લાલ ધ્વજ ફરકાવશે. તેમના સિવાય રણબીર ગાંગવા ભિવાની, ઓપી યાદવ યમુનાનગર, કમલેશ ધંડા હિસાર, અનૂપ ધનક રેવાડી અને સંદીપ સિંહ કૈથલમાં તિરંગો ફરકાવશે.