છોડાવેલા કેદીઓમાંથી કેટલાય તાલિબાની આતંકવાદી હતા
તાલિબાને જે છ શહેરોની જેલોમાં નશીલી દવાની તસ્કરી, સશસ્ત્ર ડકૈતી અને અપહરણના દોષિતોને તાલિબાને છોડાવ્યા છે તેમાં કેટલાય તાલિબાની આતંકી પણ હતા. કુંદુજમાં છોડાવેલા 630 કેદીઓમાંથી 180 તાલિબાની આતંકવાદી હતા. જેમાંથી 15ને અફઘાન સરકારે મોતની સજા સંભળાવી હતી. નિમરોજ પ્રાંતના જરાંજ શહેરથી છોડાવેલા 350 કેદીઓમાંથી 40 તાલિબાની આતંકવાદી હતા. જો કે અફઘાન સરકારે કહ્યું કે આતંકીઓને પકડ્યા બાદ જેલથી છોડાવેલા તમામ કેદીને બીજીવાર પકડવામાં આવશે.
જાનહાનીની કોઈ જાણકારી નથી
હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગાહના પોલીસ મુખ્યાલય પર કબ્જા બાદ અહીં હાજર અફઘાન બળોએ તાલિબાન અગળ સમર્પણ કરી દીધું અને બાજુમાં આવેલ અન્ય ગવર્નરની ઑફિસમાં ચાલ્યા ગયા. અહીં હજી પણ સરકારી દળોનું નિયંત્રણ છે. સાંસદ નસીમા નિયાજીએ જણાવ્યા મુજબ આ હુમલા પાછળ કેટલી જાનહાની થઈ તે અંગે કંઈ માહિતી મળી નથી. તેમણે આ હુમલામાં કેટલાય લોકોના જીવ ગયા હોવાની આશંકા જતાવી છે.
અમેરિકાની પસંદ છે ભારતઃ ઈમરાન ખાન
પાકિસ્તાન પીએમ ઈમરાન ખાને પોતાના ઘરે વિદેશી પત્રકારો સાથે વાત કરતાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. અમેરિકા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, વૉશિંગ્ટન પાકિસ્તાનને 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં છેડાયેલા યુદ્ધમાં ઉપયોગ કરવાના રૂપમાં જૂએ છે અને જ્યારે રણનૈતિક ભાગીદારીની વાત આવે છે તો તેઓ ભારતને પસંદ કરે છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ પાકિસ્તાનને માત્ર અફઘાનિસ્તાનમાં ફેલાયેલી ગંદકી સાફ કરવા માટે ફાયદાકારક સમજે છે. વધુમાં ઈમરાન ખાને કહ્યું કે, 'મને લાગે છે કે અમેરિકાએ નક્કી કરી લીધું કે હવે તેમનો રણનૈતિક સાથી ભારત હશે તેથી જ તેઓ પાકિસ્તાન સાથે આવો વ્યવહાર કરે છે.'
ગની રાષ્ટ્રપતિ હોય ત્યાં સુધી તાલિબાન સમજૂતી નહીં કરે
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને કહ્યું કે જ્યાં સુધી અશરફ ગની દેશના રાષ્ટ્રપતિ રહેશે ત્યાં સુધી આતંકી સંગઠન અફઘાનિસ્તાન સરકાર સાથે વાત નહીં કરે. તેમણે પોતાના મનની વાત રાખતા કહ્યું કે તાત્કાલિન હાલાતમાં રાજનૈતિક સમજૂતી મુશ્કેલ જણાઈ રહી છે. તેમણે કહ્યું કે, 'મેં તાલિબાનને મનાવવાની કોશિશ કરી હતી પરંતુ ગની છે ત્યાં સુધી આપણે વાત ના કરી શકીએ.'
ગનીએ નવા ચીફ ઑફ આર્મી સ્ટાફની નિયુક્તિ કરી
અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે વધતા પગલાંઓ પર અંકુશ લગાવવા માટે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ નવા ચીફ ઑફ આર્મી સ્ટાફના રૂપમાં હૈબતુલ્લાહ અલીજઈની નિયુક્તિ કરી છે. ગનીએ આ નિયુક્તિ વલી મોહમ્મદ અહમદજઈની જગ્યાએ કરી છે. અફઘાનિસ્તાન ટાઈમ્સે જણાવ્યું કે અલીજઈએ અગાઉ અફઘાન નેશનલ આર્મી કમાંડોના કમાંડરના રૂપમાં કામ કર્યું છે.