રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ બુધવારે મોનસૂન સત્ર દરમિયાન ગૃહમાં વિપક્ષી સાંસદોના વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મંગળવારે ગૃહમાં જે બન્યું તેનાથી તેમને ઘણું દુખ થયું છે. આ સાથે જ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ મુદ્દે ટ્વીટ કરીને પોતાનો જવાબ આપતા વિપક્ષ પર નિશાન સાધ્યું છે.
પાત્રાએ લખ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેવી રીતે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ રસ્તા પર વિરોધ કરી રહી છે. લોકશાહીને શરમમાં મૂકવામાં આવી છે. હું કહીશ કે માત્ર વીપી વેંકૈયા નાયડુ જ રડ્યા નહીં પણ લોકશાહી પણ રડી. વિપક્ષે સમગ્ર સત્રનો વિનાશ સુનિશ્ચિત કર્યો, અને આ અરાજકતાની પરાકાષ્ઠા છે: સંબિત પાત્રા, ભાજપ
રિપોર્ટ અનુસાર, મંગળવારે ગૃહના ઘણા સભ્યો તે ટેબલ ઉપર ચઢયા, એક સાંસદે પણ ફાઈલ ખુરશી તરફ ઉછાળી.આ જોઈને રાજ્યસભાના સભાપતિ ખૂબ જ દુtખી થયા. નાયડુએ કહ્યું - "રિપોર્ટ ટેબલનું ઘણું સન્માન છે, સભ્યો તેના પર ચડ્યા. આ બધું જોઈને દુખ થાય છે. આ બધું કહીને નાયડુ ભાવુક થઈ ગયા અને તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા".