નવી દિલ્લીઃ દેશના 152 પોલિસકર્મીઓને આ વર્ષે યુનિયમ હોમ મિનિસ્ટર્સ મેડલ ફૉર એક્સીલેન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલથી નવાજવામાં આવશે. ઉત્કૃષ્ટ વિવેચના માટે આ પોલિસકર્મીઓને સમ્માનિત કરવામાં આવશે. વર્ષ 2021ના આ અવૉર્ડ માટે સૌથી વધુ સીબીઆઈના 15 પોલિસકર્મી શામેલછે. વળી, આ 152માંથી 28 મહિલા પોલિસ અધિકારી પણ શામેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી છે.
સીબીઆઈના 15 કર્મીઓ ઉપરાંત મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પોલિસના 11-11, ઉત્તર પ્રદેશ પોલિસના 10, કેરળ અને રાજસ્થાન પોલિસના 9-9, તમિલનાડુ પોલિસના 8, બિહારના 7, ગુજરાત, કર્ણાટક અને દિલ્લી પોલિસના 6-6 કર્મીઓને અવૉર્ડ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એટલે કે 2020માં કુલ 121 પોલિસ અધિકારીઓને આનાથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
ગયા વર્ષે પણ સર્વાધિક 15 અધિકારી સીબીઆઈના હતા. જ્યારે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના 10-10 કર્મીઓને આ મેડલ પ્રાપ્ત થયો હતો. તમને જણાવી દઈએ કે આ મેડલની સ્થાપના 2018માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર પાછળનો ઉદ્દેશ્ય ગુનાની તપાસના ઉચ્ચ પ્રોફેશનલ માનકોને પ્રોત્સાહન આપવા અને અધિકારીઓ દ્વારા તપાસમાં આ પ્રકારની ઉત્કૃષ્ટાની ઓળખ કરવાનો છે.