જ્વાળામુખી જોવા જઈ રહેલા રશિયન પ્રવાસીઓનું હેલિકોપ્ટર ક્રેશ, 8નાં મોત

|

મોસ્કો : રશિયામાં એક મોટો અકસ્માત થયો છે. રશિયામાં એક એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કુલ 16 લોકો સવાર હતા. જેમાં 13 પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

રશિયાના પૂર્વ ભાગમાં જ્વાળામુખી જોવા લઈ જઈ રહેલ હેલિકોપ્ટર ગુરુવારે એક તળાવમાં ક્રેશ થયું, દુર્ઘટનાને પગલે 8 લોકો મૃત્યુ પામ્યા છે, અને અન્ય બે પ્રવાસીઓની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. મળી રહેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં કુલ 16 પ્રવાસીઓ સવાર હતા.

સ્થાનિક સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, 16 લોકોને લઈ જઈ રહેલ Mi-8 હેલિકોપ્ટર કામચટકા દ્વીપકલ્પ પર્વતમાળામાં નેચર રિઝર્વમાં નીચે આવી ગયું હતું.

કામચાટકાના પ્રાદેશિક સરકારી અધિકારી એલેક્ઝાન્ડર ઝબોલીચેન્કોએ એક નિવેદનમાં જણાવ્યું કે, હેલિકોપ્ટરમાં સવાર 16 લોકોમાંથી 8 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 2 લોકોની સ્થિતિ ગંભીર છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વધુમાં તેમણે માહિતી આપી કે હેલિકોપ્ટરમાં કુલ 3 ક્રૂ મેમ્બર્સ અને 13 મુસાફરો હતા, જે તમામ પ્રવાસી હતા. ઘટના સ્થળે 40 બસાવકર્તા અને ડાઇવર્સને મોકલી આપવામાં આવ્યા છે.

ઘટના બાદ ફસાયેલા તમામ લોકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંના મેડિકલ સૂત્રોએ 8 લોકો મૃત્યુ પામી શકે છે જેમના ભવિષ્ય વિશે કંઈ કહી ના શકાય.

જ્યારે TASSના બચાવકર્તાઓએ જણાવ્યા મુજબ દુર્ઘટના બાદ હેલિકોપ્ટર ડૂબી ગયું હતું અને કુરિલ તળાવમાં 100 મીટર (330 ફૂટ)ની ઊંડાઈ પર જતું રહ્યું હતું.

આ મામલે હવાઈ અકસ્માતોની તપાસ સંભાળતી રશિયન તપાસ સમિતિએ હવાઈ સલામતીના નિયમોના સંભવિત ઉલ્લંઘનની તપાસ આરંભી છે.

ઉલ્લેખનીય છે કે Vityaz-Aero હેલિકોપ્ટર પ્રવાસીઓને પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી શહેર નજીક આવેલા જ્વાળામુખી ખોડુકા તરફ લઈ જઈ રહ્યું હતું. ત્યારે કામચટકા એક વિશાળ પ્રદેશ છે જે પ્રવાસ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

જુલાઈની શરૂઆતમાં પણ એક નાની સ્થાનિક કંપનીનું વિમાન દ્વીપકલ્પમાં ક્રેશ થયું હતું, જેમાં 19 લોકો મૃત્યુ પામ્યા હતા.

એર સેફ્ટી મામલે રશિયાની છાપ બહુ ખરાબ છે, જો કે વર્ષ 2000 બાદ તેમાં થોડો સુધારો નોંધાયો છે. દેશની મોટી એરલાઈન્સ વૃદ્ધ સોવિયેટ એરક્રાફ્ટથી વધુ આધુનિક વિમાનો તરફ વળી છે. પરંતુ જાળવણીની સમસ્યાઓ અને સલામતીના નિયમોના પાલનની ફરિયાદ મોટી સમસ્યા રહી છે.

MORE RUSSIA NEWS  

Read more about:
English summary
A major accident has occurred in Russia. One helicopter has crashed in Russia. A total of 16 people were aboard the helicopter. Which includes 13 tourists.