કોરોનાનુ જોખમ ફરીથી વધ્યુ, 24 કલાકમાં મળ્યા કોરોનાના 41195 નવા દર્દી, 490 લોકોના મોત

|

નવી દિલ્લીઃ કોરોના વાયરસના કેસોમાં ફરીથી એક વાર તેજી જોવા મળી રહી છે અને છેલ્લા 24 કલાકની અંદર 41 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં સંક્રમણના 41,195 નવા કેસ મળ્યા છે જ્યારે કોરોના વાયરસના કારણે 490 લોકોના જીવ ગયા છે. આ પહેલા બુધવારે કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યા 38,353 હતી. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા વધીને 32,077,706 અને મૃતકોનો આંકડો 429,669 થઈ ગયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ ઘટી છે જેના કારણે સક્રિય કેસ વધીને 387,987 થઈ ગયા છે. જો કે સક્રિય કેસ હજુ પણ દેશમાં કોરોના વાયરસના કુલ કેસોના માત્ર 1.21 ટકા જ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના સંક્રમણનો શિકાર થયેલા 31,260,050 દર્દી અત્યાર સુધી રિકવર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત દેશના અલગ-અલગ રાજ્યોમાં અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનનો કુલ 523,253,450 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર

તમને જણાવી દઈએ કે કેરળ સહિત અમુક રાજ્યોમાં કોરોના વાયરસના કેસોની ગતિ સતત વધી રહી છે. વધતા કેસોને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે કોરોના મહામારીની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે લોકોએ ફરીથી એકવાર સાવચેત થવાની જરૂર છે. હાલના દિવસોમાં પર્યટક સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે જ્યાં સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્કના નિયમોની ધજિયા ઉડાડવામાં આવી રહી છે. કોરોના વાયરસના વધતા કેસોના કારણે અમુક વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે દેશમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર ઓગસ્ટ મહિનાના અંત સુધી દસ્તક દઈ શકે છે.

MORE CORONAVIRUS NEWS  

Read more about:
English summary
Coronavirus Update: New 41195 covid-19 cases in last 24 hours