દિલ્લીમાં 15 ઓગસ્ટ સુધી હળવા વરસાદનુ અનુમાન
દિલ્લીમાં 15 ઓગસ્ટ સુધી હળવો વરસાદ થવાનુ અનુમાન છે. જો કે દિલ્લી હાલમાં ભેજ સામે ઝઝૂમી રહ્યુ છે પરંતુ આગલા 2-3 દિવસ હળવો વરસાદ અહીં જોવા મળી શકે છે. વળી, આવનારા 3 દિવસની અંદર એમપી અને પૂર્વોત્તરના રાજ્યોમાં પણ જોરદાર વરસાદ થવાના અણસાર છે માટે હવામાન વિભાગે અહીં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદના અણસાર
આવતા 24 કલાક દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના અણસાર છે. અહીં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, હિમાચલ પ્રદેશમાં પણ 15 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેશે. વળી, ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. સ્કાઈમેટે કહ્યુ છે કે આવતા 24 કલાક દરમિયાન તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાના, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, યુપી, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનમાં જોરદાર વરસાદ થઈ શકે છે.
ભારે વરસાદના અણસાર
મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્રના અમુક બાગોમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે અને કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે.