નવી દિલ્લીઃ તેલંગાનામાં ભારતીય જનતા પાર્ટીના નેતાના મોતના સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ અમુક અજ્ઞાત વ્યક્તિઓએ ભાજપ નેતાને જીવતા સળગાવી દીધા ત્યારબાદ તેમનુ મોત થઈ ગયુ છે. આ ઘટના મેડક જિલ્લાની છે. આ મામલે પોલિસે કેસ નોંધી લીધો છે. મેડકના એસપી ચંદના દીપ્તિનુ કહેવુ છે કે ભાજપ નેતાને તેમની કારની અંદર અમુક લોકોએ આગને હવાલે કરી દીધા. અમને તેમનુ બળી ગયેલુ શબ કારની અંદર મળ્યુ છે. અમે આ બાબતે કેસ નોંધી લીધો છે અને તપાસ કરવામાં આવી રહી છે.