ટિકટોક યુઝરનો દાવો
ટિકટોક પર 'એસ્થેટિક ટાઇમ વારપર' નામથી ઘણા દાવા કરવામાં આવ્યા છે, જેનાથી વ્યક્તિ ભવિષ્યને લઈને ચિંતામાં મુકાય છે. યુઝર્સે દાવો કર્યો છે કે તે વર્ષ 2714 થી ટાઈમ ટ્રાવેલ કરીને આવ્યો છે. તેણે આગાહી કરી છે કે 11 ઓગસ્ટની આસપાસ ઉલ્કા વર્ષા દરમિયાન એલિયન અવકાશયાન પૃથ્વી પર ઉતરશે.
ટાઈમ ટ્રાવેલ કરી હોવાનો દાવો કર્યો
એટલું જ નહીં આ રહસ્યમય વ્યક્તિએ કહ્યું કે ખગોળશાસ્ત્રીઓનો અંદાજ છે કે આપણો ગ્રહ પર્સિડ્સના ગીચ ભાગમાંથી પસાર થશે. વાયરલ વીડિયો ક્લિપમાં વ્યક્તિએ કહ્યુ કે હું એક રિયલ ટાઈમ ટ્રાવેલર છું, હું 2714 થી ભૂતકાળમાં આવ્યો છું. 11 ઓગસ્ટના રોજ આ ધરતી પર કેટલીક આશ્ચર્યજનક ઘટનાઓ બની શકે છે. વ્યક્તિએ આગળ લખ્યું કે આકાશમાંથી એક વિશાળ ઉલ્કા વર્ષા થવાની છે, જે 2 અઠવાડિયા સુધી ચાલશે. તે ઉત્તર ગોળાર્ધમાં જોવા મળશે, તેમાં નોઝિક સંદેશ પણ હશે.
2025 માં યુદ્ધ થશે
ટિકટોકરે બીજી પોસ્ટમાં કહ્યું કે વર્ષ 2025 થી પૃથ્વી પર યુદ્ધ શરૂ થશે. આગામી ઉલ્કા વર્ષા અગાઉની ખગોળીય ઘટનાઓથી અલગ હશે. કારણ કે તે પૃથ્વી પર ઉતરતા એલિયન્સના જહાજો હશે, જે યુદ્ધની તૈયારી કરવાના હેતુથી પૃથ્વી પર આવશે. ટિકટોક યુઝરે એવો પણ દાવો કર્યો હતો કે વર્ષ 2023 માં એલિયન્સ દુનિયાભરની સરકારોમાં ઘૂસણખોરી કરશે. મંગળ પર વસાહતનું કામકાજ પણ વર્ષ 2028 સુધીમાં શરૂ થશે.
એટલાન્ટિસ શહેર મળી જવાનો પણ દાવો
સોશિયલ મીડિયા યુઝરે માત્ર એલિયન્સના હુમલાની આગાહી કરી નથી પણ એટલાન્ટિસ વિશે પણ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે વર્ષ 2022 સુધીમાં એટલાન્ટિસ શહેર મળી જશે. ટિકટોક યુઝરના આ દાવા પર અન્ય ઘણા યુઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે લખ્યું કે આવી ઉલ્કા વર્ષા દર વર્ષે થાય છે, જ્યારે બીજા યુઝરે પૂછ્યું કે વીડિયો પોસ્ટ કરનાર વ્યક્તિ કેવો દેખાય છે, તે પોતાનો ચહેરો કેમ નથી બતાવતો?