નવી દિલ્લીઃ જમ્મૂ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કરી દીધો છે. રિપોર્ટ અનુસાર શોપિયાં જિલ્લાના જૈનાપોરા વિસ્તારના ક્રાલચેકમાં આતંકવાદીઓએ સીઆરપીએફ રોડ ઓપનિંગ પાર્ટી પર હુમલો કરી દીધો છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થઈ ગયો છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે કેટલા આતંકવાદી વિસ્તારમાં છૂપાયા છે જેમણે સીઆરપીએફ પર હુમલો કર્યો છે. આ ઘટનામાં 1 જવાન ઘાયલ થઈ ગયો છે.
વરિષ્ઠ પોલિસ અધિકારીએ જણાવ્યુ કે અમુક આતંકવાદીઓએ સીઆરપીએફની પાર્ટી પર અચાનકથી ગોળીબાર કરી દીધો જેમાં એક જવાન ઘાયલ થઈ ગયો. તેને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે અને આતંકવાદીઓની શોધમાં જવાન સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે. નોંધનીય વાત એ છે કે આ પહેલા 7 ઓગસ્ટે પણ કુલગામમાં આતંકવાદીઓએ પોલિસ પાર્ટી પર હુમલો કરી દીધો હતો જેમાં એક જવાન શહીદ થઈ ગયો હતો.
આતંકવાદીઓએ આ હુમલો કુલગામના બોમ્બઈ વિસ્તારમાં કર્યો હતો. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારથી કાશ્મીરના બે દિવસના પ્રવાસ પર છે. ઘાટીમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ રાહુલ ગાંધી પહેલી વાર અહીં પહોંચ્યા છે. તે ત્યાં આજે ગંદરબાલ સ્થિત માતા ખીર ભવાની મંદિરના દર્શન કરશે. સાથે જ હજરતબાલ દરગાહ પણ જશે. ત્યારબાદ રાહુલ ગાંધી શ્રીનગરમાં કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયનુપણ ઉદઘાટન કરશે.