નવી દિલ્લીઃ પેગાસસ જાસૂસી કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ત્રણ જજની બેંચ આ કેસની સુનાવણી કરશે જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એનવી રમન્ના કરશે. તમને જણાવી દઈએ કે પેગાસસ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાાં આવી હતી જેમાં માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર કેસની સ્વતંત્ર તપાસ કરાવવામાં આવે. આરોપ છે કે પેગાસસ સ્પાઈવેર દ્વારા લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા છે અને તેમને સર્વિલાંસ પર રાખવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેંચમાં જસ્ટીસ રમન્ના ઉપરાંત જસ્ટીસ વીનિત સરન અને જસ્ટીસ સૂર્યકાંત પણ શામેલ છે. આ પહેલા 5 ઓગસ્ટે આ કેસમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે આરોપોને ગંભીર ગણાવ્યા હતા અને નિર્દેશ આપ્યા હતા કે અરજીકર્તા પહેલા પોતાની અરજીની એક નકલ સરકારી વકીલને આપે ત્યારબાદ આ કેસની સુનાવણી 10 ઓગસ્ટે થશે. તમને જણાવી દઈએ કે જસ્ટીસ વીનિત સરન હાલમાં 11 સૌથી સીનિયર જજોમાં શામેલ છે, તે સામાન્ય રીતે બેંચને હેડ કરે છે અને જસ્ટીસ દિનેશ માહેશ્વરી સાથે બેસે છે. સુપ્રીમ કોર્ટના પોર્ટલ પબ્લિશ રોસ્ટર અનુસાર જસ્ટીસ સરન લેબર લૉ, લેન્ડ એક્વિઝિશન, સર્વિસ, ક્રિમિનલ લૉ, પારિવારિક કેસો સાથે જોડાયેલા કેસની સુનાવણી કરે છે.
સુપ્રીમ કોર્ટની કોર્ટ નંબર-1 જેની અધ્યક્ષતા મુખ્ય ન્યાયાધીશ કરે છે તે સામાન્ય રીતે ત્રણ જજોની બેંચ હોય છે જ્યારે અન્ય કોર્ટમાં બે જજોની બેન્ચ હોય છે. ઘણા કેસોમાં મુખ્ય ન્યાયાધીશ બે જજોની બેંચમાં પણ બેસે છે. તે જસ્ટીસ એએસ બોપન્ના કે પછી જસ્ટીસ કાંત સાથે બેસે છે. નોંધનીય વાત એ છે કે વરિષ્ઠ પત્રકાર એન રામ, પરાન્જૉય ગુહા ઠાકુરતા અને એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર કેસની સ્વતંત્ર તપાસની માંગ કરી હતી.