બેઇજિંગ : શું ચીન વિશ્વમાં અન્ય જીવલેણ રોગ ફેલાવવાની તૈયારી કરી રહ્યું છે? આ સવાલો કરવામાં આવી રહ્યા છે. કારણ કે, ચીને સોમવારના રોજ ઉત્તરી હેબેઇ પ્રાંતના ચેંગડે શહેરમાં એન્થ્રેક્સ ન્યુમોનિયાના દર્દીની જાણ કરી હતી, જે બાદ સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો હતો. એન્થ્રેક્સ એક ખૂબ જ ખતરનાક અને જીવલેણ રોગ છે, જે પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. (તમામ ફોટો પ્રતીકાત્મક છે)
ચીનમાં જીવલેણ એન્થ્રેક્સ રોગ
બેઇજિંગ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (બેઇજિંગ સીડીસી)ને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, એન્થ્રેક્સના લક્ષણો દર્શાવ્યા બાદ દર્દીને રાજધાની બેઇજિંગની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં પીડિતાની સારવાર કરવામાં આવતી હતી. જે દરમિયાન તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, પીડિત જીવલેણ એન્થ્રેક્સ રોગથી પીડિત છે. રોગની પુષ્ટિ થયા બાદ પીડિતના તમામ નજીકના સંબંધીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને તમામની તપાસ કરવામાં આવી રહી છે. પીડિત ઢોર, ઘેટાં અને દૂષિત ઉત્પાદનોના સંપર્કમાં આવ્યો હતો. એવી આશંકા છે કે, પાળેલા પ્રાણીના સંપર્કમાં આવ્યા બાદ પીડિતને એન્થ્રેક્સ જેવી જીવલેણ બીમારી થઈ શકે છે.
શું છે આ જીવલેણ બીમારી એન્થ્રેક્સ
ઉલ્લેખનીય છે કે, એન્થ્રેક્સ એક એવો રોગ છે, જે પશુઓ અને ઘેટાઓમાં જોવા મળે છે. જે ખાસ કરીને બીમાર પ્રાણીઓ અથવા દૂષિત ઉત્પાદનોના સંપર્ક દ્વારા મનુષ્યોમાં ફેલાય છે. બેઇજિંગ સીડીસીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આ સંક્રમણ 95 ટકા કેસમાં પ્રાણીની ચામડીના સંપર્કમાં આવવાને કારણે થાય છે, જે માનવ શરીર પર ઘા અને ફોલ્લા અને ચામડીના વિકૃતિકરણને કારણે છે. સૌથી ખતરનાક ચેપ એન્થ્રેક્સ ન્યુમોનિયા છે, જે ત્યારે થાય છે જ્યારે દર્દી બેસિલસ એન્થ્રેસીસ ધરાવતી ધૂળને શ્વાસમાં લે છે અને સંક્રમણ ફેલાય છે.
કેવી રીતે ફેલાય છે સંક્રમણ
ઉલ્લેખનીય છે કે, લોકો દૂષિત ખોરાક, સામાન્ય રીતે માંસ ખાધા બાદ આંતરડામાં એન્થ્રેક્સ થઇ શકે છે, ઉબકા, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. તેથી, એન્થ્રેક્સ રોગનો ફેલાવો ચીનમાં આશ્ચર્યજનક નથી, જ્યાં દરેક વ્યક્તિ દરેક પ્રાણીનું માંસ ખાય છે. ચીનના લોકો દરેક પ્રાણીનું માંસ ખાય છે, પછી ભલે તે કૂતરો હોય કે બિલાડી. એન્થ્રેક્સ એ સીધો મનુષ્યો વચ્ચે ફેલાતો રોગ છે. જો કે, આ રોગ કોરોના વાયરસ અથવા ફલૂ જેટલો ચેપી નથી. બેસિલસ એન્થ્રેસીસ એક બેક્ટેરિયમ છે અને તેની સારવાર માટે ઘણી એન્ટિબાયોટિક્સ દવા ઉપલ્બ્ધ છે.
ચીનમાં કોરોના ફરી ફેલાયો
ચીનમાં એન્થ્રેક્સ રોગનો પ્રથમ કેસ નોંધાયો છે, અને બીજી બાજુ ચીનના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરીથી ફેલાઇ રહ્યું છે. તેથી રાજધાની બેઇજિંગમાં લોકોના પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે સરકારે વાયરસને ફેલાતો અટકાવવા માટે તમામ સ્થાનિક ફ્લાઇટ્સ અને મુસાફરી પર પણ પ્રતિબંધ મૂક્યો છે.