નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35,499 નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ હવે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ 4,02,188 છે. વળી, કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સરેરાશ 97.40 ટકા છે. રવિવારીની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે દેશમાં કોરોનાના 39,070 નવા કેસ સામે આવ્યા હતા. આજના આંકડા બાદ અત્યાર સુધી દેશમાં કોરોનાના 31,969,954 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે દેશમાં કોરોનાથી અત્યાર સુધી 428,309 લોકોના મોત થઈ ચૂક્યા છે.
વળી, દેશમાં કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો 8 ઓગસ્ટના રોજ 13,71,971 સેમ્પલ્સનુ ટેસ્ટીંગ કરવામાં આવ્યુ. અત્યાર સુધી દેશમાં કુલ 48,17,232 કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. વળી, 8 ઓગસ્ટ સુધી દેશમાં 50.68 કરોડ કોરોના વેક્સીનનો ડોઝ લોકોને આપવામાં આવી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે શનિવારે આરોગ્ય મંત્રાલય તરફથી જૉનસન એન્ડ જૉનસન કંપનીના સિંગલ ડોઝને કોરોના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. આ સાથે જ દેશમાં હવે પાંચ કોરોના વેક્સીન લોકો માટે ઉપલબ્ધ હશે. જૉનસન એન્ડ જૉનસન વેક્સીનો પૂરવઠો ભારતની કંપની બાયોલૉજિકલ ઈ લિમિટેડના સહયોગથી થશે. જૉનસન એન્ડ જૉનસન ઉપરાંત દેશણાં પહેલેથી જ ભારત બાયોટેકની કોવેક્સીન, સીરમ ઈન્સ્ટીટ્યુટની કોવિશીલ્ડ, રશિયાની સ્પૂતનિક અને મૉડર્ના વેક્સીન ઉપલબ્ધ છે.
તમને જણાવી દઈએ કે દેશના અમુક રાજ્યોમાં કોરોનાના વધતા કેસોની ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે તેમ કહ્યુ છે. કેન્દ્રએ કહ્યુ છે કે 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધુ સંક્રમણ છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં સંક્રમણ 5થી 10 ટકાની વચ્ચે છે માટે રાજ્યોએ ફરીથી એક વાર કોરોના ટેસ્ટીંગને ઝડપી બનાવવાની જરૂર છે.