આગામી 2 કલાકમાં દિલ્લી, યુપી, હરિયાણામાં વરસશે વાદળો
હવામાન વિભાગે આ પહેલા યુપી, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આવતા 5 દિવસો સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. તેણે આ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યુ છે. વળી, કર્ણાટક, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને તેલંગાનામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આવતા 24 કલાક દરમિયાન અહીં થશે વરસાદ
આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, બિહાર, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ, અંદમાન-નિકોબાર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદ થઈ શકે છે. વળી, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, ગુજરાત, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં પણ હળવો વરસાદ જોવા મળી શકે છે.
સ્કાઈમેટે પણ આપી ચેતવણી
હવામાન વિભાગની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્ર, રાયલસીમા, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં વરસાદ થઈ શકે છે.