Coronavirus Update: ગત 24 કલાકમાં કોરોનાના 39070 નવા કેસ સામે આવ્યા, 491ના મોત

|

દેશમાં કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યામાં ભલે ઘટાડો નોંધાયો હોય પરંતુ ખતરો હજી પણ ટળ્યો નથી. રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના 39070 નવા કેસ સામે આવ્યા છે અને 491 લોકોના મૃત્યુ થયાં ચે. નવા કેસ સામે આવ્યા બાદ ભારતમાં હાલ પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 3,19,34,455 થઈ ગઈ છે અને મોતનો આંકડો 4,27,862 પર પહોંચી ગયો છે.

દેશમાં કોરોનાનો કેર

24 કલાક દરમિયાન 43910 લોકો હોસ્પિટલેથી સાજા થઈ ઘરે પહોંચી ગયા છે, જે બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,10,99,771 થઈ ગઈ છે. દેશમાં સક્રિય મામલાની કુલ સંખ્યા 4,06,822 છે. પાછલા 24 કલાકમાં કોરોનાવાયરસની 55,91,657 વેક્સીન લગાવવામાં આવી, જે બાદ કુલ વેક્સીનેશનનો આંકડો 50,68,10,492 થયો. દેશમાં રિકવરી રેટ 97.39% છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 2.27% છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દૈનિક પોઝિટિવિટી રેટ પાછલા 13 દિવસથી આજે 3 ટકાથી ઓછો છે.

કોરોનાવાયરસની ત્રીજી લહેર "Inevitable"

દેશમાં ભલે કોરોનાના કેસ ઘટી ગયા હોય પરંતુ હજી પણ બધાએ સતર્ક રહેવાની ખુબ જરૂરત છે. એમ્સ પ્રમુખે પહેલે જ કહી રાખ્યું છે કે ભારતમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર Inevitable છે, અને આ આગલા મહિને દેશમાં આવી શકે છે માટે બધાએ ખુબ સાવધાન રહેવાની જરૂરત છે કેમ કે થોડી લાપરવાહી ફરીથી ભયાનક રૂપ લઈ શકે છે.

ડેલ્ટા વેરિયન્ટે ચિંતા વધારી

કોરોનાની સાથોસાથ ડેલ્ટા વેરિયન્ટે પણ ચિંતા વધારી છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રહેલ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં શુક્રવારે 30 ડેલ્ટા વેરિયન્ટ કેસ મળવાથી હડકંપ મચી ગયો, આ પહેલાં મહારાષ્ટ્રના પુણેમાં પણ બે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ દર્દી મળ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ લોકોને વારંવાર હાથ ધોવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી.

બૂસ્ટર ડોઝ મદદગાર થશે

આની સાથે જ એમ્સ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ બૂસ્ટર ડોઝની વાત કહી છે. ગુલેરિયાએ કહ્યું કે સતત કોરોનાના નવા-નવા વેરિયન્ટ આવી રહ્યા છે. એવામાં દેશે કોરોનાનો બૂસ્ટર ડોઝ અપનાવવાની જરૂરત છે. બૂસ્ટર ડોઝ વિવિધ વેરિયન્ટથી બૉડીને બચાવવાનું કામ કરશે.

MORE CORONAVIRUS NEWS  

Read more about:
English summary
Coronavirus Update in Gujarati: 39070 tested covid 19 positive in last 24 hours
Story first published: Sunday, August 8, 2021, 11:59 [IST]