રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) જમ્મુ અને કાશ્મીરમાં પોતાના સૌથી મોટાં અભિયાન અંતર્ગત આતંકી ફંડિંગ મામલે કેન્દ્ર શાસિત પ્રદેશના 14 જિલ્લાઓમાં 45 સ્થળોએ દરોડા પાડી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની મદદથી એનઆઈએના અધિકારીએઓ જમાત-એ-ઈસ્લામીના સભ્યોના આવાસ પર રેડ કરી રહ્યા છે. જમાત-એ-ઈસ્લામીને 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સમર્થક અલગાવવાદી સમર્થક ઝૂકાવના કારણોસર પ્રતિબંધિત કરી દીધું હતું.
એનઆઈએ અનંતનાગ, ડોડા, કિશ્તવાડ, રામબન, અનંતનાગ, બડગામ, રાજૌરી, ડોડા અન શોપિયાં સહિત જમ્મુ-કાશ્મીરમાં 40થી વધુ ટેકાણે દરોડા પાડી રહ્યા છે. જેમાંથી જમાત-એ-ઈસ્લામીના સભ્ય ગુલ મોહમ્મદ વારના આવાસ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પ્રતિબંધ છતાં જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી ગતિવિધિઓના પુનરુત્થાનની તપાસ માટે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા પાડવા માટે દિલ્હીથી એક વરિષ્ઠ ડીઆઈજી અને રેડ માટે એક ટીમ રવાના કરવામાં આવી હતી.