કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, હવે પ્રવાસીઓને પરમિટ વગર ત્યાં આવવાની મંજૂરી આપવામાં આવી છે. લદ્દાખ વહીવટીતંત્રે શુક્રવારે સ્થાનિક પ્રવાસીઓ સહિત તમામ ભારતીય નાગરિકો માટે રાજ્યની મુલાકાત લેવા માટે ઈનર લાઈન પરમિટ (ALP) ની જરૂરિયાત દૂર કરવાની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે, અગાઉ લદ્દાખના કેટલાક વિસ્તારોની મુલાકાત લેવા માટે, ભારતીય પ્રવાસીઓએ ઈનર લાઈન પરમિટ (ILP) મેળવવી જરૂરી હતી.
ઉલ્લેખનીય છે કે લદ્દાખને જમ્મુ-કશ્મીરમાંથી છુટ્ટા પડીને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યાને બે વર્ષ થઈ ગયા છે. કેન્દ્ર સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી રહી છે. આ ક્રમમાં, શુક્રવારે એક મોટી જાહેરાત કરતા લદ્દાખના ગૃહ વિભાગે સ્થાનિક પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને પરમિટ વગર લદ્દાખની મુલાકાત લેવાની પરવાનગી આપી છે. 2015 ના ઓર્ડર મુજબ, ભારતીય પ્રવાસીઓને લદ્દાખ ક્ષેત્રમાં યર્મા ગોમ્પા/યાર્મા ગોમ્બુ મઠ સહિત પનમીકથી વારસી સુધીના સ્થળોએ જવાની મંજૂરી છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લેફ્ટનન્ટ ગવર્નર આર કે માથુરે 6 ઓગસ્ટના રોજ લદ્દાખ પોલીસની પર્યટક પાંખની શરૂઆત કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ પોલીસ ટીમ લદ્દાખ આવતા પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓનો સામનો કરશે. આ ઉપરાંત, પ્રવાસી વિંગના અધિકારીઓ આ વિસ્તારમાં પર્યાવરણને અનુકૂળ પ્રવૃત્તિઓ સુનિશ્ચિત કરશે. આર કે માથુરે કહ્યું કે ટેક્નોલોજીની મદદથી લદ્દાખ પોલીસની પ્રવાસી પાંખ બચાવ કામગીરી અને પ્રવાસીઓ પડતી મુશ્કેલી નિવારશે.