નવી દિલ્લીઃ વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ) ના પ્રમુખ ટેડ્રોસ અધોનમ ગેબ્રેયેસસે કોરોના વાયરસ વેક્સીનનો બૂસ્ટર ડોઝ ન આપવાની અમીર દેશોને અપીલ કરી છે. ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ટેડ્રોસ અધોનમ ગેબ્રેયેસસે કહ્યુ છે કે સપ્ટેમ્બરના અંત સુધી કોવિડ-19 વેક્સીનના બૂસ્ટર ડોઝને સ્થગિત કરી દો. ડબ્લ્યુએચઓએ રસીના બૂસ્ટર ડોઝને એટલા માટે રોકવાનુ આહ્વાન કર્યુ છે જેથી ગરીબ અને પછાત દેશોમાં વેક્સીનનો પહેલો ડોઝ લગાવવામાં આવી શકે જ્યાં લોકોને નહિવત સમાન વેક્સીનેટ કરવામાં આવ્યા છે. ડબ્લ્યુએચઓના પ્રમુખે આ અપીલ અમીર દેશોને કરી છે જે વેક્સીનેશનમાં વિકાસશીલ દેશોથી ઘણા આગળ છે.
ટેડ્રોસ અધોનમ ગેબ્રેયેસસે કહ્યુ છે કે જો આપણે 10% વસ્તીને વેક્સીનેટ કરવાનુ લક્ષ્ય પૂરુ થઈ શકે છે.
ટેડ્રોસ અધોનમ ગેબ્રેયેસસે કહ્યુ, 'હું એ દેશોની બધી સરકારોની ચિંતાને સમજુ છુ જે પોતાના નાગરિકોને કોરોનાના ડેલ્ટા વેરિઅંટથી બચાવવા માંગે છે. પરંતુ આપણે એ દેશોને પણ સ્વીકારી ન શકીએ જે પહેલેથી જ વેક્સીનની વૈશ્વિક પુરવઠાનો વધુ ઉપયોગ કરી ચૂક્યા છે.' ડબ્લ્યુએચઓ અનુસાર, દુનિયાભરના અમીર દેશોએ મે 2021માં પોતાના 100 લોકો પર સરેરાશ 50 વેક્સીનનો ડોઝ લીધો છે. હવે આ સંખ્યા બમણી થઈ ગઈ છે.
વળી, ઓછી આવક ધરાવતા દેશ પોતાના 100 સરેરાશ લોકોમાં આ માત્ર 1 કે 2 લોકોને જ વેક્સીનનો ડોઝ આપી શક્યા છે. ટેડ્રોસે કહ્યુ, 'આપણે અમીર દેશોમાં જતી મોટાભાગની વેક્સીનને રોકીને તેને ગરીબ અને ઓછી આવકવાળા દેશોમાં મોકલવાની તાત્કાલિક જરૂર છે.' કોરોના બૂસ્ટરને રોકવાનુ આહ્વાન ડબ્લ્યુએચઓ તરફથી અત્યાર સુધી સૌથી મજબૂત અપીલ છે કારણકે અમીર અને ગરીબ દેશોમાં રસીકરણ દરોનુ અંતર ઘણુ મોટુ થઈ રહ્યુ છે.
શું છે વેક્સીનનો બૂસ્ટર ડોઝ?
કોઈ પણ વેક્સીનનો બૂસ્ટર ડોઝ એ હોય છે જે કોઈ વિશેષ રોગજનક સામે કોઈ પણ ઈન્યુન સિસ્ટમ એટલે કે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે આપવામાં આવે છે. રિસર્ચમાં આ વાત સામે આવી છે કે વેક્સીનનો બૂસ્ટર ડોઝ શરીરને વાયરસ કે બેક્ટેરીયા શોધવામાં વધુ એક્ટિવ હોય છે. વેક્સીનનો બૂસ્ટર ડોઝ તરત જ ઈમ્યુન સિસ્ટમને એક્ટિવ કરી શકે છે. આ ઈમ્યુનોલૉજીકલ મેમરીના આધારે કામ કરે છે. શરીરમાં એ વેક્સીનનો ડોઝ આપવામાં આવે છે જે પહેલા પણ આપવામાં આવી ચૂક્યો છે. જો કે ડબ્લ્યુએચઓના જણાવ્યા મુજબ સાયન્સમાં હજુ સુધી એ સાબિત નથી થયુ કે વેક્સીનનો બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને બૂસ્ટર શૉટની જરૂર છે. આથવા તેને આપવાથી કોરોનાના વેરિઅંટ પર તે અસરકારક થશે. ડબ્લ્યુએચઓએ વારંવાર અમીર દેશોને અપીલ કરી છે કે તે વિકાસશીલ દેશો સુધી વેક્સીન પહોંચાડવાનુ કામ સરળ કરે.