સોનુંની કિંમત 90,000ને પાર થશે
ક્વાડ્રિગા ઇગ્નિઓ ફંડ(Quadriga Igneo Fund)ના 25 મિલિયન ફંડનું સંચાલન કરનારા ડિએગો પેરિલા દ્વારા ફરી એકવાર અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આગામી 3 થી 5 વર્ષમાં સોનું 90000 રૂપિયાનો આંકડો પાર કરી જશે. ઉલ્લેખનીય છે કે, ડિએગોએ આ પહેલા પણ સોના વિશે અનુમાન લગાવ્યું હતું, જે સાચું નીકળ્યું હતું. હવે તેણે ફરી એકવાર સોનાના ભાવની આગાહી કરી છે. ડિએગો જણાવે છે કે, સોનાની કિંમત 3થી 5 વર્ષમાં બમણી થઈ શકે છે. તેમના મતાનુસાર આગામી ત્રણથી પાંચ વર્ષમાં સોનાની કિંમત ઔંસ દીઠ 3000 થી 5000 હજાર ડોલર સુધી પહોંચી શકે છે.
સોનામાં તેજીના કારણો
ફંડ મેનેજર ડિએગોના જણાવ્યા અનુસાર ઘણા દેશોમાં આપવામાં આવતા રાહત પેકેજની અસર સોના પર પડશે. રાહત પેકેજના કારણે કેન્દ્રીય બેંકો પર દબાણનીસ્થિતિને કારણે રોકાણકારોનો ઝુકાવ સોના તરફ વધી રહ્યો છે. રોકાણકારોને નબળી નાણાકીય અને રાજકોષીય નીતિઓના કારણે લાંબા ગાળે નુકસાનની જાણકારી હોતીનથી. વ્યાજદરમાં ઘટાડાથી સંપત્તિના એસેટ બબલ સર્જાયા છે, જેનું નિરાકરણ સરળ નથી. કેન્દ્રીય બેંકો માટે સામાન્ય સ્થિતિમાં પરત ફરવું મુશ્કેલ બનશે. આવીસ્થિતિમાં સોનામાં વધારો આગામી દિવસોમાં પાછો આવશે. તેમનો અંદાજ છે કે, આગામી 3થી 5 વર્ષમાં સોનું રૂપિયા 90,000 પ્રતિ 10 ગ્રામને પાર કરી જશે.
આ પહેલા પણ સાચી પડી હતી ભવિષ્યવાણી
ઉલ્લેખનીય છે કે, ડિએગોએ આ અગાઉ સોનાના ભાવની આગાહી કરી હતી, જે સાચી સાબિત થઈ હતી. વર્ષ 2016માં તેમણે આગાહી કરી હતી કે, સોનું આગામી પાંચવર્ષમાં ઉચ્ચતમ સ્તર પર પહોંચશે, જે વર્ષ 2020માં સાચું સાબિત થયું અને સોનાની કિંમત 56,200 રૂપિયાનો આંકડો પાર કરી ગઈ હતી. આવી પરિસ્થિતિમાં જોસોનામાં રોકાણ કરવાની સારી તક હોય શકે છે. આવનારા વર્ષોમાં સોનું તમને સારું વળતર આપશે. જો તમે ડિએગોના અંદાજને સાચો માનો છો, તો આગામી 5 વર્ષમાંભારતમાં સોનાના ભાવ 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી જશે.