ભૂતપૂર્વ પાકિસ્તાની ડિપ્લોમેટનો દાવો - તાલીબાન પર એરસ્ટ્રાઇક કરવા માટે અમેરિકા પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરી

|

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારીએ આશંકા વ્યક્ત કરી છે કે, અમેરિકા તાલિબાનને રોકવા માટે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરી રહ્યું છે. ભૂતપૂર્વ પાકિસ્તાની રાજદ્વારીએ આ સંભાવના એવા સમયે વ્યક્ત કરી છે, જ્યારે તાલિબાન અફઘાનિસ્તાનમાં સતત પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે અને અમેરિકાએ ગત અઠવાડિયે અનેક હવાઈ હુમલા કર્યા હતા. જેનાથી તાલિબાનને ઘણું નુકસાન થયું છે. યુએસ એરસ્ટ્રાઈક બાદ અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે કે, યુએસ કયા લશ્કરી મથકથી તાલિબાન પર એરસ્ટ્રાઇક કરી રહ્યું છે, જેના વિશે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારીએ કહ્યું કે, હું માનું છું કે અમેરિકા પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરી રહ્યું છે.

ભૂતપૂર્વ પાકિસ્તાની રાજદ્વારીએ કર્યો દાવો

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારી ઝફર હિલાલીએ એક રીતે દાવો કર્યો છે અને સવાલ પણ ઉઠાવ્યો છે કે, અમેરિકા તાલિબાનને ક્યાંથી નિશાન બનાવી રહ્યું છે? તેમણેકહ્યું કે, અમેરિકાએ તાલિબાન પર હવાઈ હુમલા શરૂ કર્યા છે અને આમ કરીને અમેરિકા પોતાનું વચન તોડી રહ્યું છે. હું માનું છું કે, અમેરિકા તાલિબાન પર હવાઈ હુમલાકરવા માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાનના વરિષ્ઠ રાજદ્વારી ઝફર હિલાલીને આ દાવામાં વિશ્વસનીયતા હોવાનું માનવામાં આવે છે. કારણકે, પાકિસ્તાની સેનામાં તેમની પહોંચ ઉપર સુધીની છે અને પાકિસ્તાન સરકારમાં પણ તેમની સારીએવી ઓળખાણ હોવાનું માનવામાં આવે છે. ઝફર હિલાલીપાકિસ્તાની મીડિયામાં જાણીતા પેનલિસ્ટ પણ છે.

તાલિબાનને માન્યતા મળશે?

ઝફર હિલાલીએ તાલિબાન નેતાઓના ચીન પ્રવાસ અંગે વાત કરતા જણાવ્યું કે, તાલિબાન ઉત્તમ મુત્સદ્દીગીરી કરી રહ્યા છે. તેમને રશિયા સાથે સારા સંબંધો વિકસાવીરહ્યો છે. સાથે સાથે ચીન ઈરાન, મધ્ય એશિયા અને પાકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો બનાવી રહ્યું છે. જો તાલીબાન કાબુલ પર કબ્જો કરી લેશે, તો તેને માન્યતામેળવામાં સરળતા રહેશે. પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારીના આ નિવેદન બાદ સવાલો ઉઠી રહ્યા છે કે, શું પાકિસ્તાન ફરી એકવાર તાલિબાનને માન્યતા આપવા જઈરહ્યું છે? જો કે, ઝફર હિલાલીએ જે રીતે તાલિબાનની તરફેણમાં વાત કરી છે તે દર્શાવે છે કે, પાકિસ્તાન સરકાર તાલિબાનને ફરીથી માન્યતા આપવાની તરફેણમાં છે,પરંતુ FATFના ડરથી ઇમરાન સરકાર તાલિબાનને માન્યતા આપવામાં આનાકાની કરશે.

અમેરિકાની એરસ્ટ્રાઈક પર પ્રશ્નાર્થ

યમન, નાઇજીરીયા અને ઇટાલીમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા પૂર્વ પાકિસ્તાની રાજદ્વારી ઝફર હિલાલીએ તાલિબાન પર અમેરિકી હવાઈ હુમલા અંગે અનેકસવાલો ઉભા કર્યા છે. એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સમયે ઝફર હિલાલીએ જણાવ્યું હતું કે, તાલિબાન ચીન અને રશિયા સાથે રાજદ્વારી સંબંધો વધારીરહ્યું છે, જે એક ઉત્તમ બાબત છે, પરંતુ આ બધાની વચ્ચે મુશ્કેલીજનક બાબત એ છે કે, અમેરિકા હવાઈ હુમલા કરી રહ્યું છે. અમેરિકાએ તાલિબાન સાથે નક્કી કર્યું હતુંકે, તમે અમારા સૈનિકો પર હુમલો નહીં કરો તો યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ પણ તેમના પર હુમલો નહીં કરે. તાલિબાન પોતાનું વચન પાળી રહ્યું છે, પણ અમેરિકાપોતાની વાતમાંથી ફરી રહ્યું છે. કાબુલની તરફેણમાં યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ તાલિબાન પર હુમાલઓ કરી રહ્યું છે.

પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ?

આ સિવાય ઝફર હિલાલીએ ઈમરાન ખાન સરકાર પર સીધા ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ઝફર હિલાલીએ દાવો કર્યો છે કે, હાલ ગંભીર બાબત એ છે કે, અમેરિકનવિમાનો પાકિસ્તાની એરસ્પેસમાંથી તાલિબાન સામે કાર્યવાહી કરી રહ્યા છે, જે કરારની વિરુદ્ધ છે, એવું મારૂ માનવું છે. કરાર મુજબ, જો અમેરિકાના સૈનિકો પર હુમલોથાય તો તમે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ તેમની સુરક્ષા માટે કરી શકે છે, પરંતુ પાકિસ્તાને તેમની એરસ્પેસનો ઉપયોગ અફધાનમાં તાલિબાન સામે કાર્યવાહીમાંકરવાની મંજૂરી ક્યારેય આપી નથી. એનો સીધો મતલબ એ છે કે, તાલિબાન સામે પાકિસ્તાન ડબલ ગેમ રમી રહ્યું છે.

તાલિબાન પર અમેરિકાની એરસ્ટ્રાઇક

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં અમેરિકાએ તાલિબાનના ઠેકાણાઓ પર અનેક હવાઈ હુમલા કર્યા છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે, અમેરિકા જેણેઅફઘાનિસ્તાનમાંથી લગભગ પોતાના સૈનિકોને પરત બોલાવી લીધા છે, તો તે તાલિબાન પર ક્યાંથી હુમલાઓ કરી રહ્યું છે? લશ્કરી નિષ્ણાતોના જણાવ્યા મુજબપાકિસ્તાને અમેરિકાને પોતાનો મિલેટ્રી બેઝ આપ્યો છે અને અમેરિકા એ જ એરસ્પેસ પરથી તાલિબાનના વિસ્તારોમાં હુમલા કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન સરકાર આદાવાને સ્પષ્ટપણે નકારે છે. લશ્કરી વિશ્લેષકોનું કહેવું છે કે, અફઘાનની સરહદે આવેલા અને અમેરિકાના જૂના દુશ્મન ઈરાન પોતાનું લશ્કરી મથક અમેરિકાને નહીંઆપે, બીજી બાજુ ચીન અને રશિયન મૈત્રીપૂર્ણ દેશો સાથે સરહદો છે, જ્યાંથી અમેરિકાને એરપોર્ટ મળવાની શક્યતા નથી. તો માત્ર પાકિસ્તાન બાકી રહ્યું જ્યાથીઅમેરિકા એરસ્ટ્રાઇક કરી શકે.

MORE AFGHANISTAN NEWS  

Read more about:
English summary
The former Pakistani diplomat has expressed concern that the US is using Pakistani airspace to stop the Taliban. The former Pakistani diplomat has expressed this possibility at such a time.
Story first published: Tuesday, August 3, 2021, 12:46 [IST]