ત્રીજી લહેર બીજી બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય?
સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર બીજી લહેર જેટલી જીવલેણ નહીં હોય. નોંધપાત્ર બાબત એ છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન, દેશભરમાં દરરોજ કોરોનાના 4 લાખથી વધુ કેસ જોવા મળ્યા હતા અને તે પછી કેસ ઘટવા લાગ્યા હતા. વૈજ્ઞાનિકોનું આ નવું સંશોધન ગાણિતિક મોડેલના આધારે તૈયાર કરવામાં આવ્યું છે
એપ્રિલમાં આગાહી ખોટી સાબિત થઈ હતી!
સંશોધન સાથે સંકળાયેલા આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર મથુકુમલ્લી વિદ્યાસાગરે અગાઉ મે મહિનામાં ગાણિતિક મોડેલોના આધારે કહ્યું હતું કે કોરોના વાયરસનો પ્રકોપ આગામી દિવસોમાં ચરમસીમાએ પહોંચી શકે છે. જો કે, એપ્રિલમાં કોરોના વાયરસના પીક અંગે પ્રોફેસર વિદ્યાસાગરની ટીમની આગાહી ખોટી સાબિત થઈ હતી. તે સમયે, પ્રોફેસર વિદ્યાસાગરે ટ્વિટ કરીને લખ્યું હતું કે આ ખોટા પરિમાણોને કારણે થયું છે, કારણ કે એક અઠવાડિયા પહેલા સુધી કોરોના મહામારી ઝડપથી તેનું સ્વરૂપ બદલી રહી હતી.
કેરળ સહિત 10 રાજ્યોમાં ચિંતાજનક સ્થિતી
અત્યારે કેરળ સહિત 10 રાજ્યોમાં કોરોના વાયરસના ડરાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. જો આપણે છેલ્લા એક સપ્તાહના આંકડા જોઈએ તો આ રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થયો છે. કોરોનાની સ્થિતિને જોતા તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કેરળમાં તબીબી નિષ્ણાતોની ટીમ પણ મોકલી હતી. આ ટીમે કેરળ પહોંચીને પરિસ્થિતિની સમિક્ષા કરી વધતા પોઝિટીવ કેસને મોટો પડકાર ગણાવ્યો હતો.