પેગાસસ મુદ્દે દેશ અને સંસદમાં હંગામો થમવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ સંસદમાં વિપક્ષ હમલાવર છે તો બીજી તરફ વિપક્ષના નેતાઓ પણ સરકાર પર નિશાન સાધી રહ્યા છે. હવે પેગાસસ જાસૂસી મામલે વિપક્ષને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું સમર્થન મળ્યું છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે પેગાસસ કેસની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે આપણે ઘણા દિવસોથી ટેલિફોન ટેપીંગના કેસ સાંભળી રહ્યા છીએ. આ કિસ્સામાં તપાસ થવી જોઈએ. સોમવારે જનતા દરબાર સમાપ્ત થયા બાદ સીએમ નીતિશે મીડિયા સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી.
પેગાસસ જાસૂસી કેસ અંગે પૂછવામાં આવેલા સવાલ પર સીએમ નીતિશે કહ્યું કે આવા કેસ સતત સામે આવી રહ્યા છે, આ સ્થિતિમાં તેની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું છે કે સમગ્ર મામલાની કાળજીપૂર્વક તપાસ જોઈએ. સીએમ નીતિશે વધુમાં કહ્યું છે કે તપાસ બાદ જ યોગ્ય પગલું ભરવું જોઈએ. શું થયું છે, શું નથી થયું, કેટલાક લોકો સંસદમાં આ ભૂલી રહ્યા છે. અખબારોમાં સતત સમાચાર દેખાઈ રહ્યા છે. આ બધાની યોગ્ય તપાસ થવી જોઈએ. સીએમ નીતીશે કહ્યું કે પેગાસસ જાસૂસી કેસ પર સંસદમાં ચર્ચા થવી જોઈએ, તપાસ પણ થવી જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે આટલા દિવસો સુધી સંસદમાં આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, ત્યારે તેની તપાસ થવી જોઈએ, જેથી સત્ય બહાર આવે. જો કોઈ કોઈને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો ત્યાં તપાસ થવી જ જોઈએ.