કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મણિપુર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદદાસ કૌંથોઉજામ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા છે. મણિપુર કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ગોવિંદદાસ કૌંથોઉજામ રવિવારે (01 ઓગસ્ટ) દિલ્હીમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. ગત વર્ષે ડિસેમ્બર 2020 માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા ગોવિંદદાસ કૌથોઉજામને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગોવિંદદાસ કૌંથોઉજામનો પક્ષમાં પ્રવેશ ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આવતા વર્ષે મણિપુરમાં પણ ચૂંટણી થવાની છે.
ગોવિંદદાસ કૌથોઉજામ દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે ભાજપમાં જોડાયા છે. આ પહેલા ભાજપના નેતા અનિલ બાલુનીએ ટ્વીટર પર આ અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું - એક મોટો ચહેરો ભાજપમાં જોડાશે.