સ્વતંત્રતા દિવસના ભાષણ માટે PM મોદીએ યુવાનો પાસે માંગ્યા સૂચનો, કહ્યુ - લાલ કિલ્લાથી ગૂંજશે તમારા વિચારો

|

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75માં સ્વતંત્રતા દિવસને ખાસ બનાવવા માટે 15 ઓગસ્ટે પોતાના ભાષણ માટે દેશના યુવાનો પાસે સૂચનો માંગ્યા છે. પીએમ મોદીએ દેશના યુવાનો પાસે સૂચનો અને વિચાર માંગ્યા છે જેમને તે આવનારા સ્વતંત્રતા દિવસના ભાષણમાં ઉપયોગ કરશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે હવે લાલ કિલ્લાથી તમારા વિચારો ગુંજશે. પીએમ મોદી છેલ્લા અમુક વર્ષોથી આવુ કરતા આવ્યા છે. પીએમ મોદી યુવાનોના આવેલા સૂચનો અને તેમના વિચારોને ધ્યાનમાં રાખીને ભાષણ આપે છે.

પીએમઓ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યુ છે કે દેશના યુવા MyGov પોર્ટલ પર જઈને સ્વતંત્રતા દિવસના ભાષણ માટે પોતાના વિચાર અને સૂચનો આપી શકે છે. પીએમઓ ઈન્ડિયા તરફથી ટ્વિટ કરીને લખવામાં આવ્યુ છે, 'તમારા વિચાર લાલ કિલ્લાથી ગુંજશે. 15 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ માટે તમારા શું ઈનપુટ છે? તેને MyGov પર શેર કરો.'

પીએમ નરેન્દ્ર મોદી નિયમિત રીતે દેશના નાગરિકો પાસે પોતાના સાર્વજનિક સંબોધનો માટે સૂચનો માંગતા રહે છે. ગયા વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસ ભાષણ માટે લોકો પાસે સૂચનો માંગ્યા હતા. પીએમ મોદીએ ઓગસ્ટ 2020ની શરૂઆતમાં લોકોને પૂછ્યુ હતુ, 'એ કયા વિષય છે જેમાં તેમની રુચિ છે.' પીએમ મોદીએ ગયા વર્ષે 3000થી વધુ સૂચનો મળ્યા હતા.

શુક્રવારે પીએમઓ દ્વારા ટ્વિટ કરાયા બાદ ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી. એક ટ્વિટર યુઝરે સુમીત મહેતાએ લખ્યુ, 'પોતાના ભાષણમાં તમારે સ્કૂલમાં બધા શિક્ષણ અને બિન શિક્ષણ કર્મચારીઓ અને બાળકોના વેક્સીનેશનને એક મિશન કાર્યક્રમ તરીકે ઘોષિત કરો. બાળકો દેશનુ ભવિષ્ય છે અને તે સ્કૂલોમાં દોસ્તો સાથે બેસશે, રમશે, તેમણે વ્યક્તિગત રીતે મળશે. તેમને સ્કૂલોમાં પાછા આવવાની જરૂર છે. આ ભવિષ્ય માટે તમારો સૌથી મોટો ઉપહાર હશે.'

એક અન્ય ટ્વિટ યુઝર આકાશ સિંહે લખ્યુ, 'ડિયર પ્રધાનમંત્રીજી. ભારતમાં જનસંખ્યા વિસ્ફોટ એક મોટી સમસ્યા બની રહી છે. આવનારા અમુક વર્ષોમાં ભારતની જનસંખ્યા 150 કરોડ હશે.. માનનીય પ્રધાનમંત્રીજી સાથે અનુરોધ છે કે આ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી જનસંખ્યા વિસ્ફોટ પર કંઈ કહે.' પીએમ નરેન્દ્ર મોદી સાથે ઘણા ટ્વિટર યુઝરે પેગાસસ મુદ્દે, રાફેલ ડીલ, પેટ્રોલ-ડીઝલની કિંમત, વિવાદાસ્પદ કૃષિ કાયદો અને ખેડૂત આંદોલન પર પણ બોલવા માટે કહ્યુ છે. એક અન્ય ટ્વિટ યુઝરે લખ્યુ, 'કૃપા કરીને મોંઘવારી, બેરોજગારી, કોરોનાથી થયેલી મોતનો આંકડો, સ્લો વેક્સીનેશન, ભ્રષ્ટાચારના મુદ્દા પર પણ વાત કરો.'

Your thoughts will reverberate from the ramparts of the Red Fort.

What are your inputs for PM @narendramodi’s speech on 15th August? Share them on @mygovindia. https://t.co/UCjTFU30XV

— PMO India (@PMOIndia) July 30, 2021

MORE INDEPENDENCE DAY NEWS  

Read more about:
English summary
PM narendra modi invites suggestions for his independence day speech at MyGov
Story first published: Friday, July 30, 2021, 14:40 [IST]