ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં ફરીથી એક વખત કોરોનાને લઈને જે આંકડા સામે આવી રહ્યા છે ચૌકાવનારા અને ખતરાની ઘંટી સમાન છે. WHO પણ સતત ચેતવણી આપી રહ્યું છે ત્યારે દેશમાં વધી રહેલા આંકડા વિચારવા મજબુર કરે તેવા છે. જો સમયસર યોગ્ય પગલા ભરવામાં ન આવ્યા તો ત્રીજી લહેરની આશંકા વધી જાય છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ, ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 43,509 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. 43,509 નવા કેસ આવ્યા પછી, કોવિડ -19 ના સક્રિય કેસની સંખ્યા ફરી 4 લાખને વટાવી ગઈ છે. હાલમાં, દેશમાં સક્રિય કેસની સંખ્યા 4,03,840 છે. દેશમાં અત્યારસુધીમાં કોરોનાને કારણે થયેલા મોતની સંખ્યા પણ 4.20 લાખથી વધારે પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં, 38,465 લોકો કોરોનાથી રિકવર થયા છે. બીજી તરફ સાપા સમાચાર એ છે કે , કોરોના રિકવરી રેટમાં સુધારો થયો છે.
આરોગ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં કોરોના વાયરસ રિકવરી રેટ વધીને 97.38 ટકા થયો છે. ભારતમાં, 28 જુલાઈના રોજ 24 કલાકમાં 17,28,795 કોરોનાના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ જુલાઈ 28 સુધી દેશભરમાં કોવિડ-19 ના કુલ 46,26,29,773 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે આ આંકડા વધે છે પછી ઘટાડો નોંધાય છે.