નવી દિલ્હી : પેંગોગ ત્સોમાં ભારત અને ચીન વચ્ચે સંધિ થઇ ચૂકી છે. આ સંધિ મુજબ બંને દેશની સેના પીછેહટ પણ કરી ચૂકી છેસ પરંતું સેટેલાઇટ ફોટોગ્રાફ્સની મદદથી ખુલાસો થયો છે કે, પેંગોંગ ત્સોમાં ચીન ભારત સાથે દગો કરી રહ્યું છે. ચીન ઘાત લગાવીને બેઠુ છે, જે ગમે ત્યારે ભારતમાં ઘુષણખોરી કરી શકે છે. પેંગોંગ ત્સો નજીકના વિસ્તારોમાં ચીન દ્વારા મોટા હથિયારો અને સેના જવાનો ગોઠવવામાં આવ્યા છે.
પેંગોંગ ત્સો નજીક PLA
તાજેતરની સેટેલાઇટ ફોટોગ્રાફ્સમાં ખુલાસો થયો છે કે, ચીનની સેના ભારતને અંધારામાં રાખીને દગો કરવાની કોશિશ કરી રહી છે. ચીન ઇચ્છતુ નથી કે તણાવ ઓછો થાય. 6 મહિના પહેલા ભારત અને ચીન વચ્ચે પેંગોંગ સરોવરથી પોતપોતાની સેના પરત બોલાવવાનો કરાર થયો હતો, જેના આધારે બંને દેશોની સેનાએ પેંગોંગ ત્સો તળાવથી પીછેહઠ કરી ચૂકી હતી, પરંતુ હવે સામે આવ્યું છે કે, પેંગોંગ ત્સો ફિંગર -4માંથી ચીને સેના હટાવીને ફિંગર-8ની પાછળ તૈનાત કરી છે. એટલે કે, ચીને વિવાદિત સ્થળની નજીક પોતાની સેના તૈનાત રાખી છે.
સેટેલાઇટ ફોટાગ્રાફમાં થયો ખુલાસો
ઓપન ઇન્ટેલિજન્સ સોર્સ ડિટ્રેસ્ફાના રિપોર્ટ મુજબ ચીને પેંગોંગ ત્સો સરોવર નજીકના વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ હજૂ શમ્યો નથી. ચીન આ વિવાદ સમાપ્ત થાય તેવું ઇચ્છતું જ નથી. તાજેતરના રિપોર્ટ મુજબ પૂર્વ લદ્દાખમાં ભારતીય વાયુ સેનાનો સામનો કરવાના ઉદ્દેશ્યથી ચીને સાંશેમાં યરકાંત એરપોર્ટની કામગીરી ફરી શરૂ કરી છે. ઉપગ્રહ તસવીરો દર્શાવે છે કે, ચીન દ્વારા તેના એરપોર્ટનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
ભારત જવાબ આપવા માટે તૈયાર
લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીનનું વલણ જોતાં ભારતે પણ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં કાઉન્ટર ટેરરિઝમ વિભાગના એકમો તૈનાત કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરોધી કાર્યવાહી માટે સેનાએ પૂર્વ લદ્દાખમાં એકમો તૈનાત કર્યા છે. થોડા મહિના પહેલા આ એકમોના 15,000 સૈનિકોને ચીનનો સામનો કરવા માટે લદાખ સેક્ટરમાં લાવવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં સૈન્યને તૈનાત કરવાનું કારણ ચીનની વધતી જતી ગતિવિધિ પર નિયંત્રણ રાખવાનું છે. આ એકમો ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના કોઈપણ ગતિવિધિનો સામનો અસરકારક રીતે કરવા માટે લેહમાં 14 કોર હેડક્વાર્ટરને મદદ કરશે.
Imagery of #PangongTso six months after the disengagement between #India-#China shows the PLA forward base in the area housing troops not far from the agreed no patrol zone, the image also underlines how the border conflict continues to be an existing issue between both neighbors pic.twitter.com/ippClCzobv
— d-atis☠️ (@detresfa_) July 27, 2021
ચીનની સેના સતત ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે
ચીન ભારત સાથે લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલ (LAC)ની સાથે મંત્રણા દ્વારા સમાધાન કરવાના દાવા કરી રહ્યું છે, પરંતુ આ સાથે સાથે તે સેનાને પણ સજ્જ કરી રહ્યું છે. તાજેતરમાં ચીન ઝિનજિયાંગ પ્રાંતના શેક ટાઉનમાં લડાકુ વિમાનોના સંચાલન માટે એક એરબેઝ બનાવી રહ્યું છે. આ વિસ્તાર પૂર્વ લદ્દાખ ક્ષેત્રની નજીક છે. સરહદની આજુબાજુ બાંધકામ કરી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ગયા વર્ષે મે-જૂનમાં ઘર્ષણ ખુબ જ વધી ગયું હતું. ગયા વર્ષે જૂનમાં, ગેલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહિદ થયા હતા. જે બાદ એક વર્ષથી બંને દેશો વચ્ચે વિવિધ સ્તરે વાટાઘાટો ચાલી રહી છે.
Located over 500 Km from #PangongTso, recent media reports suggest Yarkant Airport in Shache, China is being re-developed to counter #India's air power in the region, recent imagery shows UAVs onsite since April 2021, re-development of the airfield however is not observed pic.twitter.com/u8oVTrozJp
— d-atis☠️ (@detresfa_) July 26, 2021