બવસરાજ બોમ્મઇને બનાવાયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી
કર્ણાટકના નવા મુખ્ય પ્રધાનના નામનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠકમાં બાસવરાજ બોમ્મઇ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. બીએસ યેદિયુરપ્પાએ સોમવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ભાજપના લિંગાયત ધારાસભ્યોમાં બસવરાજ બોમ્મૈનું નામ દોડમાં આગળ છે
મુખ્યમંત્રી પદની રેસમાં આગળ વધી રહેલા બસવરાજ બોમ્મઇએ સાંજે 7.30 વાગ્યે વિધાનસભા પક્ષની બેઠક પૂર્વે કુમારા કૃપા ગેસ્ટ હાઉસ ખાતે કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન, કિશન રેડ્ડી અને અરૂણસિંહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભાજપના નેતા રેણુકાચાર્ય અને ડોક્ટર કે.સુધાકરે ભાજપના પ્રદેશ પ્રભારી અરુણ સિંહને મળ્યા છે.
બોમ્મઇ બીએસ યેદિયુરપ્પાની નજીકના ગણાય છે અને તે 'જનતા પરિવાર' સાથે જોડાયેલા છે. તેમના પિતા એસઆર બોમ્મઇ કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. સૂત્રો કહે છે કે બસવરાજ બોમ્મઇના નામ પર સમજૂતી થઈ છે. એવું માનવામાં આવે છે કે લિંગાયત સમુદાયના ધારાસભ્યો કર્ણાટકના આગામી મુખ્યમંત્રી હશે. અરવિંદ બેલાડ (લિંગાયત) પણ બોમ્માઇની રેસમાં છે, પરંતુ બોમ્માઇ મુખ્યમંત્રીની ખુરશીની ખૂબ નજીક હોવાનું માનવામાં આવે છે.