શહેરમાં માંડ 20 ફુટ સુધી જોઈ શકાતું હતુ.
રેતીના તોફાનને કારણે ડુંહુઆંગ શહેરમાં દૃશ્યતા 20 ફુટથી ઓછી હતી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રવિવાર (25 જુલાઇ) એ સ્થાનિક સમય 3 વાગ્યાની આસપાસ વાવાઝોડા ફુંકાયુ હતું. આ એક ભયાનક વીડિયો સ્થાનિકે કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
રેતીલા તોફાનને કારણે રસ્તા બંધ કરાયા
એનબીસી ન્યૂઝના એક અહેવાલ મુજબ, રેતીના તોફાનને કારણે શહેરમાં વાહન ચલાવવા મુશ્કેલ બન્યા હતા. દૃશ્યતા ઓછી હોવાથી સ્થાનિક પોલીસે શહેરના મુખ્ય માર્ગો બંધ કરી દીધા હતા. રેતીના તોફાનને કારણે ઉંચી ઇમારતો પણ દેખાતી ન હતી. ચીનના ડુંહુઆંગ શહેર તેના કઠોર વાતાવરણ માટે જાણીતું છે.
પાર્કમાં બેઠેલા લોકોનો સામાન તોફાનમાં ઉડ્યો
પોલીસને રેતીલા વાવાઝોડાથી નજીકના પાર્કમાં રહેલા પ્રવાસીઓએ બચાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી. રેતીના તોફાનમાં પાર્કમાં બેઠેલા લોકોનો તમામ સામાન ઉડી ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોને કેટલાક કલાકો સુધી માસ્ક અને ગોગલ્સ પહેરવાની સલાહ આપવામાં આવી હતી એક સ્થાનિક ગાઈડે કહ્યું કે, તેને એક સુંદર સૂર્યાસ્તની અપેક્ષા હતી પરંતુ અચાનક રેતીનું તોફાન સર્જાયું હતું. જો કે આ ફક્ત થોડા સમય માટે જ હતું.