નવી દિલ્લીઃ કારગિલ યુદ્ધના 22 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને હાર આપી હતી. ભારતીય નિયંત્રણ રેખા(એલઓસી)થી પાકિસ્તાની સેનિકોને હટાવવા માટે મે, 1999માં કારગિલ યુદ્ધ શરૂ થયુ હતુ. 3 મે, 1999ના રોજ શરૂ થયેલુ કારગિલ યુદ્ધ 2 મહિનાથી પણ વધુ ચાલ્યુ હતુ અને 26 જુલાઈએ યુદ્ધ ખતમ થયુ હતુ. કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ ઑપરેશન વિજય ચલાવ્યુ હતુ. ભારતીય સેનાએ 26 જુલાઈ, 1999ના રોજ યુદ્ધની સફળતાની અધિકૃત ઘોષણા કરી હતી માટે દર વર્ષે કારગિલ વિજય દિવસ 26 જુલાઈએ મનાવવામાં આવે છે.
જાણો કારગિલ વૉર સાથે જોડાયેલી 10 મહત્વની વાતો
1. કારગિલ યુદ્ધની પહેલી સૂચના ત્યારે મળી જ્યારે અમુક સ્થાનિક ભરવાડોએ 3 મે, 1999એ કારગિલ વિસ્તારની તલેટીમાં અમુક ગતિવિધિઓ જોઈ. ત્યારબાદ તાત્કાલિક ભારતીય સેનાને સૂચિત કરવામાં આવી. બાદમાં જાણવા મળ્યુ કે આ હરકત પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી.
2. કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ 500થી વધુ અધિકારીઓ અને સૈનિકોને ગુમાવી દીધા. વળી, 13,000થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
3. કારગિલ યુદ્ધમાં લગભગ 696 પાકિસ્તાની સૈનિકોએ પોતાના જીવ ગુમાવી દીધા.
4. પાકિસ્તાને પોતાના 5 હજારથી વધુ સૈનિકોનો ઉપયોગ કારગિલ સેક્ટરમાં વિવિધ શિખરોમાં ઘૂસવા માટે કર્યો હતો.
5. 1947માં ભારતના ભાગલા પહેલા કારગિલ લદ્દાખના બાલ્ટિસ્તાન જિલ્લાનો હિસ્સો હતુ. તેને પહેલા કાશ્મીર યુદ્ધ બાદ એલઓસીથી અલગ કરવામાં આવ્યુ હતુ.
6. ભારત અને પાકિસ્તાનમાં કારગિલ યુદ્ધ પહેલા 1971માં વધુ એક યુદ્ધ થયુ હતુ ત્યારબાદ બાંગ્લાદેશની રચના થઈ હતી.
7. કારગિલ યુદ્ધ માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસમાં લડવામાં આવ્યુ હતુ.
8. કારગિલ યુદ્ધમાં 2.50 લાખથી વધુ દારુગોળો, બૉમ્બ અને રૉકેટ છોડવામાં આવ્યા હતા. યુદ્ધમાં ભારતીય વાયુ સેનાના મિગ-21 અને મિરાજ 2000નો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
9. ભારતીય વાયુસેનાએ 26 મે, 1999ના રોજ કારગિલ દરમિાયન ઑપરેશન સફેદ સાગર શરૂ કર્યુ હતુ. પાકિસ્તાની સૈનિકો પર હુમલો કરવા માટે ભારતીય મિગ-21, મિગ-27 અને મિરાજ 2000 જેવા ફાઈટર જેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ લડાકુ વિમાનો પછી રૉકેટ અને મિસાઈલ છોડવામાં આવી હતી.
10. કારગિલ વૉર પર બૉલિવુડમાં બે હિંદી ફિલ્મો બની છે. 2003માં આવેલી 'LOC: કારગિલ' અને 2004માં બની 'લક્ષ્ય'.