દિલ્લી-યુપીમાં થઈ શકે છે વરસાદ, જાહેર થયુ એલર્ટ
મુંબઈમાં જ નહિ પરંતુ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમના અલગ-અલગ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ થશે. ઉત્તર પશ્ચિમ, ઉત્તર દિલ્લી, જીંદ, રોહતક, કેથલ, રેવાડી, બાવલ, તિજારા, કાસગંજ, ભરતપુર, નદબઈ, ડીગ અને બરસાનામાં ભારે વરસાદ થઈ શકે છે.
હિમાચલ-ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ
આઈએમડીએ જણાવ્યુ છે કે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત જેવી સ્થિતિ બનેલી છે જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. તેણે આજથી લઈને આગામી 24 કલાક દરમિયાન કર્ણાટક, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્લી, ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તરી કોંકણ, બિહાર અને બંગાળમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હિમાચલ-ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
ગુજરાત, કર્ણાટક અને કેરળમાં પણ વરસાદ
વળી, 25-26 જુલાઈ સુધી ગુજરાત, ઉત્તરાખંડ,, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તેલંગાના, રાજસ્થાન અને તમિલનાડુના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે. કર્ણાટક અને કેરળમના અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.