નવી દિલ્લીઃ કેરળમાં જે રીતે કોરોના કેસ સતત વધી રહ્યા છે તેમછતાં બકરી ઈદ માટે ત્રણ દિવસ સુધી કોરોના પ્રતિબંધોમાં ઢીલાશ આપવાના કેરળ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. કેરળ સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવીને કહ્યુ કે ડી કેટેગરીના વિસ્તારોમાં એક દિવસની છૂટનો નિર્ણય બિલકુલ યોગ્ય નહોતો. આવી પરિસ્થિતિમાં અમે કેરળને નિર્દેશ આપીએ છીએ કે તે બંધારણના અનુચ્છેદ 21 અને 141નુ પાલન કરે અને ઉત્તર પ્રદેશના કેસમાં અમે જે નિર્દેશ આપ્યા છે તેનુ પાલન કરે. ભારતના નાગરિકોના મૌલિક અધિકારોમાં કોઈ પણ પ્રકારનુ પ્રેશર ગ્રુપ પછી ભલે તે ધાર્મિક હોય કે કોઈ પણ પ્રકારનુ તે દબાણ કરી શકે નહિ.
જસ્ટીસ નરીમનની આગેવાનીવાળી બેન્ચે આ કેસની સુનાવણી કરીને કહ્યુ કે કોઈ પણ ધાર્મિક કે અન્ય સંસ્થા દ્વારા દેશના નાગરિકોના મૌલિક અધિકારોમાં હસ્તક્ષેપનો કોઈ અધિકાર નથી. તમને જણાવી દઈએ કે કેરળ સરકારે 19 જુલાઈએ કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવાની વાત કહી હતી માટે સુપ્રીમ કોર્ટે આ કેસમાં દાખલ અરજીનો સ્વીકાર કર્યો કે 19 જુલાઈએ આપવામાં આવેલી છૂટને રદ કરવામાં આવે. પરંતુ કોર્ટે ચેતવણી આપી છે કે જો સરકારની આ નીતિના કારણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનુ સંક્રમણ ફેલાયુ તો કોઈ પણ આની માહિતી સુપ્રીમ કોર્ટને આપી શકે છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહર્યુ કે જો કોઈ પણ સરકારની નીતિના કારણે કોરોનાથી સંક્રમિત થાય અને તેની માહિતી સુપ્રીમ કોર્ટને આપવામાં આવે તો કોર્ટ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. કોર્ટે કહ્યુ કે જ્યાં ડી શ્રેણીનુ સંક્રમણ છે એટલે કે અહીં 15 ટકાથી વધુ સંક્રમણ દર છે ત્યાં એક દિવસની છૂટ આપવામાં આવી, આ ઘણી ચોંકાવનારી બાબત છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જસ્ટીસ આરએફ નરીમન અને બીઆર ગવઈ શામેલ હતા જેમણે સોમવારે કેરળ સરકારને આ મામલે પોતાનો જવાબ દાખલ કરવા કહ્યુ હતુ. કોર્ટે 20 જુલાઈ સુધી પોતાનો જવાબ દાખલ કરવા માટે કહ્યુ હતુ.