નવી દિલ્લીઃ આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને ચોમાસુ સત્ર પહેલા જ પેગાસસનો કથિત રિપોર્ટ સામે આવ્યો છે તે સરકાર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. દુનિયાના 17 મીડિયા સંસ્થાઓની સંસોર્ટિયમ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાભરની સરકારો પોતાના દેશના પત્રકારો, એક્ટિવિસ્ટ અને નેતાઓના ફોન ટેપ કરાવી રહી છે. આમાં ભારતનુ નામ પણ શામેલ છે. ગ્લોબલ કોલેબ્રેટિવ ઈન્વેસ્ટીગેશનના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પેગાસસ સ્પાઈવેરે લગભગ 300 મોબાઈલ નંબરને ભારતમાં નિશાન બનાવ્યા જેમાં ભારતમાં મોદી સરકારના બે મંત્રી પણ શામેલ છે. આ લિસ્ટમાં ત્રણ વિપક્ષા નેતા અને બંધારણીય પદ પર બેઠેલા મહત્વના વ્યક્તિ અને ઘણા પત્રકારો અને વેપારીઓા નામ પણ શામેલ છે.
વૈશ્વિક ઈન્વેસ્ટીગેટીવ પત્રકારોનો દાવો
ગ્લોબલ ઈન્વેસ્ટીગેટીવ પત્રકારોના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાભરના 50 હજાર લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા છે. આ લિસસસ્ટ 16 મીડિયા હાઉ સાથે શેર કરવામાં આવ્યુ જેમાં ભારતનુ ડિજિટલ પ્લેટફૉર્મ ધ વાયર પણ શામેલ છે. ભારતમાં આ લિસ્ટમાં પત્રકાર, મંત્રી, વિપક્ષના નેતા, વૈજ્ઞાનિક, માનવાધિકાર એક્ટિવિસ્ટ પણ શામેલ છે. જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતના 300 લોકોના નંબરની ભારતે ઓળખ કરી હતી અને સંભવતઃ આ લોકોના ફોન પેગાસસ દ્વારા હેક કરવામાં આવ્યા હોય.
દિગ્વિજય સિંહે સરકારને ઘેરી
ગ્લોબલ મીડિયાના આ દાવા બદા ભારતમાં આ વિશે રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ ખુલાસા વિશે મોદી સરકારને ઘેરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે જો એ સાચા હતા તો હવે કૃપા કરીને જણાવો કે આ કોણ કરી રહ્યુ છે. શું ગૃહ મંત્રાલયની મંજૂરી લેવામાં આવી? આરોપ ત્યાં સુધી છે કે સરકારે પોતાના જ મંત્રીઓ તેમજ ઉચ્ચતમ ન્યાયાલના ન્યાયાધીશોની જાસૂસી કરવા માટે પેગાસસનો ઉપયોગ કર્યો. શું ઉચ્ચતમ ન્યાયાલય આ વિષયને સંજ્ઞાનમાં લેશે?
ભારત સરકારનો જવાબ
આ મીડિયા રિપોર્ટ પર ભારત સરકાર તરફથી પણ અધિકૃત નિવેદન સામે આવ્યુ છે. ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે જે લોકોના ફોન ટેપિંગનો દાવો કરવામાં આવી રહ્યો છે તેનો કોઈ આધાર નથી અને આને સત્ય સાથે કંઈ લેવાદેવા નથી. પહેલા પણ આ પ્રકારના દાવા થઈ ચૂક્યા છે. એ દાવાના પણ કોઈ તથ્યાત્મક આધાર નહોતા. તેને દરેક પક્ષ તરફથઈ ધરમૂળથી ફગાવી દેવાયા હતા. ત્યાં સુધી કે ખુદ વૉટ્સએપે પણ એ રિપોર્ટને ફગાવી દીધા હતા. ફોન ટેપિંગનો આ મીડિયા રિપોર્ટ પણ ભારતીય લોકતંત્રને બદનામ કરવાની એક કોશિશ છે.