LIVE

Monsoon Session Live: ભારે હંગામા બાદ સદનની કાર્યવાહી કાલ 11 વાગ્યા સુધી સ્થગિત

|

નવી દિલ્લીઃ સંસદનુ ચોમાસુ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યુ છે અને ખેડૂત આંદોલનથી લઈને પેટ્રોલ તેમજ ડીઝલના વધતા ભાવ સહિત ઘણા મુદ્દાઓ પર વિપક્ષે સરકારને ઘેરવાની તૈયારી કરી છે. આ પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે સરકાર બધા મુદ્દાઓ પર વિપક્ષ સાથે સ્વસ્થ ચર્ચાના પક્ષમાં છે. સંસદનુ ચોમાસુ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે અને બંને ગૃહોમાં સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી કામકાજ થશે. અહીં વાંચો, સંસદની કાર્યવાહીની લાઈવ અપડેટ.

Newest First Oldest First
3:59 PM
લોકસભામાં વિપક્ષી સાંસદોનો હંગામો, સદનની કાર્યવાહી કાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત
3:59 PM
રાજ્યસભામાં વિપક્ષનો ભારે હંગામો, સદનની કાર્યવાહી કાલે સવારના 11 વાગ્યા સુધી સ્થગિત
3:16 PM
કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ મુખ્તાર અબ્બાસ નકવીને નિયુક્ત કરવામાં આવ્યા રાજ્યસભામાં સંસદના ઉપનેતાઃ સૂત્ર
3:05 PM
લોકસભાાં વિપક્ષી સાંસદોનો ભારે હોબાળો, સંસદની કાર્યવાહી બપોરે 3.30 વાગ્યા સુધી સ્થગિત
2:11 PM
આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે ઓબીસી, દલિત, એસસી-એસટી, પૂર્વોત્તર રાજ્યોના પ્રતિનિધિઓ અને મહિલા મંત્રીઓના પરિચય દરમિયાન હોબાળો કરવામાં આવ્યો, આ લોકતંત્ર અને ભારતના લોકોનુ અપમાન છે, અમે આની નિંદા કરીએ છીએઃ પિયુષ ગોયલ
12:53 PM
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું - સદનની અંદર પેગાસસ સ્પાયવેરનો મુદ્દો ઉઠાવશે
11:39 AM
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર અને વરિષ્ઠ એથલીટ મિલ્ખા સિંહ સહિત આ વર્ષે જીવ ગુમાવનારા સાંસદો અને મોટી હસ્તીઓને રાજ્યસભામાં સાંસદોએ આપી શ્રદ્ધાંજલિ
11:38 AM
મે વિચાર્યુ હતુ કે સંસદમાં ઉત્સાહ હશે કારણકે આટલી મહિલાઓ, દલિત, આદિવાસી મંત્રી બની ગયા છે પરંતુ દેશની મહિલાઓ, ઓબીસી, ખેડૂતના દીકરા મંત્રી બને છે તો કદાચ અમુક લોકો ખુશ નથી થતાઃ પીએમ મોદી
11:37 AM
વાયએસઆરપીસીા મદીલા ગુરુમૂર્તિ, ભાજપના મંગલ સુરેશ અંગડી, આઈયુએમએલના અબ્દુલસ્મદ સમદાન અને કોંગ્રેસના વિજયકુમાર(ઉર્ફે)વિજય વસંતે લોકસભા સાસંદ તરીકે શપથ લીધા.
11:26 AM
પેટ્રોલ અને ડીઝલ તેમજ એલપીજીની વધતી કિંમતો સામે પોતાનો વિરોધ પ્રગટ કરીને સાઈકલમાં સંસદ પહોંચ્યા ટીએમસીના સાંસદ
11:23 AM
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેની ઑફિસમાં ચોમાસુ સત્રની રણનીતિ માટે વિપક્ષની બેઠક
11:23 AM
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેની ઑફિસમાં ચોમાસુ સત્રની રણનીતિ માટે વિપક્ષની બેઠક
11:22 AM
હું બધા સાંસદો અને બધા પક્ષોને આગ્રહ કરવા માંગુ છુ કે તે સંસદની અંદર સૌથી મુશ્કેલ અને આકરા સવાલ પૂછે પરંતુ સરકારને અનુશાસિત માહોલમાં જવાબ પણ આપવા દેઃ પીએમ મોદી
11:21 AM
અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં કોરોના મહામારી પર પ્રાથમિકતાના આધારે ચર્ચા થાય અને અમને બધા સાંસદો પાસેથી રચનાત્મક સૂચનો મળે જેથી કોરોના સામે લડાઈમાં કમીઓને ઠીક કરી શકાયઃ પીએમ મોદી
11:19 AM
કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ પેટ્રોલ અને ડીઝલ તેમજ જરૂરી વસ્તુઓના વધતા ભાવ પર ચર્ચા માટે આપી નોટિસ
11:17 AM
અમે મોંઘવારી મુદ્દે નોટિસ આપી છે, બીજા અમુક પક્ષોએ ખેડૂતોના મુદ્દે આપી છે, અમે જોઈશુ કે બિઝનેસ એડવાઈઝરી કમિટીમાંથી શું મંજૂરી મળે છે - કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે
11:16 AM
કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયાને પોતાની ચપેટમાં લઈ લીધી છે, માટે અમે ઈચ્છીએ છીએ કે આના પર સંસદમાં સાર્થક ચર્ચા થાયઃ પીએમ મોદી
11:14 AM
જે લોકોએ 'બાહુ'(હાથ)માં રસી મૂકાવી છે તે બાહુબલી બની ગયા, કોરોના સામે લડાઈમાં 40 કરોડથી વધુ લોકો 'બાહુબલી' બની ગયા છે - પીએમ મોદી
11:13 AM
અમે 3-4 મહિના પછી સંસદમાં મળી રહ્યા છે, અમારી પેન્ડીંગ બિલો છે અને લોકોને વિપક્ષ અને સરકાર પાસે અપેક્ષા છે, અમે જવાબ આપવા માટે તૈયાર છેઃ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી
10:49 AM
પેગાસસ સ્પાઈવેર મામલે બોલ્યા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી - આપણી સુરક્ષા જોખમમાં છે, હું સંસદમાં આ મુદ્દો જરૂર ઉઠાવીશ
10:49 AM
કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ આજે લોકસભામાં રજૂ કરશે રાષ્ટ્રીય ખાદ્ય પ્રોદ્યોગિકી સંસ્થાન, ઉદ્યમિતા અને પ્રબંધન બિલ, 2021
10:03 AM
કેન્દ્ર સરકારના ત્રણે કૃષિ કાયદા પર ચર્ચાની માંગ માટે આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને લોકસભામાં આપી નોટિસ
10:03 AM
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં આજે સાયકલ ચલાવીને સંસદ પહોંચશે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ
9:59 AM
સીપીઆઈ(એમ) ના સાંસદ એલમારામ કરીમ અને ડૉ. વી શિવદાસને નિયમ 267 હેઠળ ખેડૂતોના આંદોલન પર ચર્ચા માટે રાજ્યસભામાં આપી નોટિસ
9:59 AM
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા અને ખેડૂતોના આંદોલન પર ચર્ચા માટે કોંગ્રેસ સાંસદ જસબીર સિંહ ગિલે લોકસભામાં આપી નોટિસ
9:58 AM
આરજેડીના રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ કોરોના વાયરસની બીજી લહેરમાં થયેલ મોત સાથે સંબંધિત આંકડાઓની અસ્પષ્ટતા પર ચર્ચા માટે નિયમ 267 હેઠળ આપી નોટિસ
9:58 AM
'પેગાસસ સ્પાઈવેર' મામલે સીપીઆઈના રાજ્યસભા સાંસદ બિનૉય વિશ્વમે નિયમ 267 હેઠળ આપી નોટિસ
9:53 AM
સંસદમાં પ્રવેશ માટે કોરોના વાયરસનો નેગેટીવ આરટીપીસીઆર રિપોર્ટ અનિવાર્ય નથી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે સરકાર બધા મુદ્દાઓ પર વિપક્ષ સાથે સ્વસ્થ ચર્ચાના પક્ષમાં
9:53 AM
આજથી શરૂ થવા જઈ રહ્યુ છે સંસદનુ ચોમાસુ સત્ર, 19 જુલાઈથી લઈને 13 ઓગસ્ટ સુધી બંને ગૃહોમાં કુલ 19 દિવસ થશે કામકાજ, બધા સભ્યો અને મીડિયાકર્મીઓને મળશે કોરોના વાયરસ પ્રોટોકૉલ હેઠળ પ્રવેશ

MORE MONSOON SESSION NEWS  

Read more about:
English summary
Monsoon session of parliament live update in Gujarati