મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાર વર્ષનુ એક બાળક મેનહૉલમાં પડી ગયુ ત્યારબાદ બાળક હજુ સુધી મળી શક્યુ નથી. 24 કલાકથી વધુ સમયથી બાળકની શોધ ચાલી રહી છે. અહીં નાલાસોપારાના બિલાલપાડામાં રવિવારે સવારે આ દૂર્ઘટના બની છે. એક ચાર વર્ષનુ બાળક અનમોલ સિંહ જ્યારે પોતાના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે ખુલ્લા મેનહૉલમાં જઈને પડી ગયો. ત્યારબાદ તરત જ પોલિસ અને પ્રશાસનને આની સૂચના આપવામાં આવી.
તુલિંજ પોલિસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક રાજેન્દ્ર કાંબલેએ જણાવ્યુ છે કે ઘટનાની માહિતી મળતા જ બાળકની શોધ શરૂ કરી દેવામાં આવી પરંતુ હજુ સુધી બાળકનો કોઈ સુરાગ મળ્યો નથી. જણાવવામાં આવ્યુ છે કે સતત થઈ રહેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. એવામાં વરસદાના પાણીને બહાર કાઢવા માટે નગર નિગમના અધિકારીઓએ મેનહૉલનુ ઢાંકણુ ખોલી દીધુ હતુ જેમાં બાળક પડી ગયુ.
મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે વિનાશ
મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે ઘણા શહેરોમાં ખુલ્લા મેનહૉલના કારણે અકસ્માત થઈ રહ્યા છે. પાલઘર ઉપરાંત મુંબઈમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં તો ભારે વરસાદના કારણે વિવિધ ઘટનાઓમાં 25 લોકોના મોત થઈ ગયા છે. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેએ ભારે વરસાદના કારણે મુંબઈમાં ઉપનગરીય ટ્રેન સેવાઓને થોડા સમય માટે રદ કરી દીધી હતી અને લાંબા અંતરની ઘણી ટ્રેનોનો તો રસ્તો બદલી દેવામાં આવ્યો છે અથવા અન્ય સ્ટેશનોથી પરિચાલન થઈ રહ્યુ છે.