અત્યાર સુધી 23 લોકોના મોત થઈ ચૂક્યા છે
તમને જણાવી દઈએ કે મુંબઈના ચેમ્બૂર અને વિક્રોલી સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે આ વિસ્તારોમાં ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓમાં અત્યાર સુધી 23 લોકોના મોત થઈ ચૂક્યા છે. માહિતી મુજબ ચેમ્બૂરમાં દીવાલ પડવાના કારણે 18 લોકોના મોત થઈ ગયા જ્યારે વિક્રોલીમાં ભારે વરસાદ બાદ એક મકાન ધરાશાયી થવાથી કાટમાળમાં દબાઈને 5 લોકોના મોત થઈ ગયા. આ બંને જગ્યાએ એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલી છે.
પીએમ કાર્યાલયે કરી વળતરની ઘોષણા
આ બંને ઘટનાઓમાં માર્યા ગયેલા પરિવારજનો માટે પ્રધાનમંત્રી કાર્યાલયે પીએમ રિલીફ ફંડમાંથી 2-2 લાખ રૂપિયાના વળતરની ઘોષણા કરી છે. સાથે જ દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયાના વળતરની ઘોષણા કરવામાં આવી છે.
મુંબઈના આ વિસ્તારમાં મૂસળધાર વરસાદથી પ્રભાવિત
તમને જણાવી દઈએ કે મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે જેના કારણે સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયુ છે. છેલ્લા 24 કલાકમાં મૂસળધાર વરસાદથી પ્રભાવિત થનારા બોરીવલી પૂર્વ, કાંદિવલી પૂર્વ મુંબઈના સિયોન રેલવે સ્ટેશન, મીરા રોડ, રામ મંદિર, મહાલક્ષ્મી, જૂહુ એરપોર્ટ, કોલોબા, સાંતાક્રૂઝ અને ભાયંદર વિસ્તારો શામેલ છે.