મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મૂસળધાર વરસાદ આકાશમાંથી આફત બનીને વરસી રહ્યો છે. ભારે વરસાદે માયાનગરીમાં પોતાનો જોરદાર કહેર વરસાવ્યો છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે અલગ-અલગ દૂર્ઘટનામાં અત્યાર સુધી 25 લોકોના જીવ જતા રહ્યા છે. મૂસળધાર વરસાદના કારણે ચેમ્બૂર વિસ્તારમાં ભૂસ્ખલન બાદ દીવાલ પડવાથી અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ગયા છે. વળી, વિક્રોલી વિસ્તારમાં બે માળની ઈમારત ધરાશાયી થઈ જતા 7 લોકોએ જીવ ગુમાવ્યા. વળી, હવે માહિતી મળી રહી છે કે ભાંડુપમાં દીવાલ પડવાથી 16 વર્ષના કિશોરનો જીવ જતો રહ્યો છે.
દૂર્ઘટનાની માહિતી આપતા મુંબઈ નગર નિગમે જણાવ્યુ કે ભારે વરસાદના કારણે ભાંડુપમાં દીવાલ પડવાથી દૂર્ઘટના બની છે. આ ઘટનામાં એક 16 વર્ષીય કિશોરનુ મોત થયુ છે. આ ઉપરાંત ગ્રેટર મુંબઈ નગર નિગમની વધુ એક દૂર્ઘટનાની માહિતી આપીને કહ્યુ કે અંધેરી વિસ્તારમાં કરન્ટ લાગવાથી એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે.
આ તરફ ભૂસ્ખલનથી ચેમ્બૂરના ભારત નગર વિસ્તારમાં અમુક ઝુગ્ગીઓ પર દીવાલ પડવાથી અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ગયા. ઘટના સ્થલે રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભારે વરસાદથી ચેમ્બૂર અને વિક્રોલીમાં થયેલ દૂર્ઘટનાઓમાં થયેલ મોત પર દુઃખ વ્યક્ત કર્યુ. સરકાર મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનુ વળતર આપશે અને ઘાયલોનો ઈલાજ મફતમાં કરવામાં આવશે. વળી, કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે ચેમ્બૂરમાં ઘટના સ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરશે.
મુંબઈમાં થયેલ બે મોટી દૂર્ઘટના પર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. વળી, દીવાલ પડવાથી જીવ ગુમાવનાર પરિવારજનોને પીએમ રાહત કોષમાંથી બે લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની ઘોષણા પણ કરી.