ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2022માં હવે ગણતરીના મહિના બાકી છે અને યોગી સરકાર જનસંખ્યા નીતિ ડ્રાફ્ટ કરી ચૂકી છે જેને લઈ રાજકીય ઘમાસાણ શરૂ થઈ ચૂક્યું છે. ખુદને લઘુમતીઓના હિતેચ્છુ જણાવનાર રાજનૈતિક પાર્ટીઓ અને લઘુમતી વર્ગ તેનો વિરોધ કરી રહ્યા છે. આ સિલસિલામાં ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસાદુ્દદીન ઓવૈસી પણ યુપી પહોંચી ગયા છે અને ભાજપ સરકાર પર સતત હુમલા કરી રહ્યા છે. એવામાં શું યુપીમાં મુસલમાનોને લોભાવવામાં ઓવૈસી સફળ થઈ જશે? યુપી વિધાનસભા ચૂંટણી 2022 પર તેની કંઈ અસર પડશે? આ બધા મુદ્દાઓ પર વનઈન્ડિયાએ ઉત્તર પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને યુપી વક્ફ વિકાસ નિગમના ડાયરેક્ટર શફાઅત હુસૈન સાથે એક્સક્લુઝિવ વાત કરી. જેમાં ઓવૈસી પર તેઓ ખુબ વરસ્યા અને કેટલાય ખુલાસા કર્યા.
આઝમ જેલમાં છે ત્યારે કોઈએ તો આવવું પડશે
શું ઓવૈસી લઘુમતીઓને લોભાવવામાં સફળ થઈ જશે? આ સવાલનો જવાબ આપતાં શફાઅત હુસૈને કહ્યું કે 2022માં ચૂંટણી છે ઓવૈસી પોતાની દુકાન લઈને યુપી આવી ગયો છે. અગાઉ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ગયા હતા જ્યાંની જનતાએ તેની પાર્ટીને નકારી કાઢ્યો અને હવે ચૂંટણી પહેલાં યુપીમાં આવ્યા છે કેમ કે આઝમ ખાન તો જેલમાં છે તો કોઈ મુસલમાન તો જોઈએ જે આવીને અહીં મુસલમાનોને જણાવે કે અમે તમારા હિતેચ્છુ છીએ, બસ ઓવૈસી આ ક્રમમાં જ અહીં આવ્યા છે. ઓવૈસી અહીં ચૂંટણી પહેલાં આવી અહીં મુસલમાનોને ભડકાવી રહ્યા છે.
મુસ્લિમો આજે અશિક્ષિત છે
ઓવૈસીનો આરોપ છે કે યુપી સરકારે મુસલમાનોનો સાક્ષરતા દર વધારવા માટે કંઈ નથી કર્યું? જેનો જવાબ આપતાં સફાઅત હુસૈને પ્રશ્નના જવાબમાં કહ્યું કે જો મુસલમાન ભણેલો નથી આ ફરિયાદ હોય તો હું અબ તક ઉલેમા કાઉંસિલ, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, ઉલેમા જમીતુલ ઈલ્મે હિંદને સવાલ કરવા માંગું છું કે તેમણે મુસલમાનોના શિક્ષણના નામે શું કર્યું? મદરેસામાંથી અભ્યાસ બાદ મુસલમાનોને શું મળે છે. અહીં તાલીમ હાંસલ કર્યા બાદ કાં તો તેઓ મદરેસાના નામ પર રશીદ લઈ ભંડોળ ભેગું કરે અથવા તો કોઈ મસ્જિદમાં જઈ ઈમામત કરે. આ સિવાય તેમણે મુસ્લિમ પ્રજાને કંઈ નથી આપ્યું. હું તો 2020ની ચૂંટણીમાં બીજીવાર ભાજપની જીત થયા બાદ મુખ્યમંત્રીને પ્રાર્થના પત્ર લખવા માંગું છું કે મદરેસાને દાન આપવાનું બંધ કરી દેવામાં આવે, જેમને ધાર્મિક શિક્ષા મેળવવી હશે તે પોતાના પૈસે જ મેળવે. આની જગ્યાએ તેમને આધુનિક શિક્ષણ આપવામાં આવે જેથી અભ્યાસ મેળવ્યા બાદ તેઓ રોજગાર સાથે જોડાઈ શકે. મુસ્લિમ સમાજ આજે અશિક્ષિત છે તે હકીકત છે તેમાં આ ઉલેમાઓનો સૌથી મોટો હાથ છે. જકાત માફિયા છે, આ જકાતથી પોતાનો પરિવાર ચલાવી રહ્યા છે. મુસલમાનો માટે તેમણે એકેય મેડિકલ કોલેજ અથવા અન્ય કોલેજ નથી ખોલી. મારું તો માનવું છે કે આવા મદરેસાઓને અનુદાન આપવું બંધ કરી દેવું જોઈએ.
શેરવાની પહેરીને આ મદરેસાઓને લૂંટે છે
ઓવૈસીનો આરોપ છે કે યુપીમાં મુસલમાનો માટે કંઈ નથી કર્યું? જેના જવાબમાં સફાઅત હુસૈને કહ્યું કે આજમ જેલમાં છે એટલે ઓવૈસી અહીં આવ્યા છે પરંતુ ઓવૈસીને તેનો લાભ નહી થાય. જો ઓવૈસી વિચારે કે વોટબેંક તેમની છે તો આ તેમની ભૂલ છે. હવે યુપીનો મુસલમાન આ સંપૂર્ણપણે સમજી ચૂક્યો છે, 2017માં તમે જોવા ના મળ્યા કે તે પછી પણ જોવા ના મળ્યા, હવે જ્યારે ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે તો તમે યુપીમાં મુસલમાનોના હિતેચ્છુ બનીને આવી ગયા છો. આ મુસલમાનોને ભટકાવનારી કોમ છે. આ કુરાન અને હદીસને પોતાના અર્થમાં વ્યક્ત કરી મુસલમાનોને ભટકાવે છે. શેરવાની પહેરી તે મુસલમાનોને લૂંટવાનો કામ કરી રહ્યા છે.
2022ની ચૂંટણીમાં યુપીના મુસલમાનો ભાજપ સાથે
મુસલમાનોના હિતેચ્છુ કોણ છે તેઓ સમજી ચૂક્યા છે માટે હવે મુસલમાન રાષ્ટ્રવાદી મુસલમાન થઈ ગયા છે. 2022ની ચૂંટણીમાં યુપીના મુસલમાન ભાજપ સાથે છે અને લોકો જોશે કે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 350 સીટ પર જીત હાંસલ કરીને આવશે. અમે મુસ્લિમ તુસ્ટિકરણનું કામ નથી કરતા. અમે જનહિતના કાર્ય કરીએ છીએ. જનતાથી નીકળીને જે મુદ્દા આવે છે અમારા નેતા બૂથો પર કામ કરે છે. રામ મંદિરમાં સુપ્રીમ કોર્ટના ફેસલાને આખા દેશના લોકોએ સ્વીકાર્યો છે.
લવ જેહાદનો કાયદો લાગૂ કરી યોગી સરકારે યોગ્ય કામ કર્યુ્ં
યોગી સરકારના લવ જેહાદ કાયદા વિશે શું મંતવ્ય છે? જેના જવાબમાં શફાઅત હુસૈને કહ્યું કે અકબરે પણ જોધાબાઈ સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ તેમણે તેમનો ધર્મ પરિવર્તન નહોતો કરાવ્યો પરંતુ આજે લવ જેહાદનો ટ્રેન્ડ છે, જેનો ઉદ્દેશ્ય છોકરીઓનું ધર્મપરિવર્તન કરવું છે, તેને પરિવારથી દૂર કરવી છે. જો તમે કોઈ છોકરીને પ્રેમ કરો છો તો તેના ધર્મ અને પરિવારને સાથે લઈને ચાલો. યુપીમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી માટે આ કાયદો જરૂરી હતો અને યોગી સરકારે આ કાયદો લાવીને બહુ સારું કામ કર્યું છે, કેમ કે તમે છોકરીઓને લાવો છો, તેનું ઉત્પિડન કરો છો અને તેને છોડી મૂકો છો.
ત્રિપલ તલાક પર ભાજપ કાયદો લાવ્યો એટલે ઉલેમાઓને પેટમાં દુખ્યું
ત્રિપલ તલાકનો યુપી ચૂંટણી પર શું ફરક પડશે? આના જવાબમાં શફાઅત હુસૈને કહ્યું કે ત્રિપલ તલાક અમારી સરીયતમાં છે જ નહી, કેમ કે કેમ કે ભાજપની સરકારમાં આના પર કાયદો બન્યો તો તેના માટે અમારા ઉલેમાઓના પેટમાં દુખાવો થવા લાગ્યો. નિયમ છે કે જે નિજામના નેજા હેઠળ રહેતા હોઈએ તેના બનાવેલા કાયદા હિસાબે ચાલવું જોઈએ માટે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની શું જરૂરત છે? આવાં બોર્ડોને જલદી જ સમાપ્ત કરી દેવા જોઈએ જેથી આ દુકાનો બંધ થઈ જશે. જ્યારે આ દુકાનો બંધ થઈ જશે તો આખા દેશમાં સંપૂર્ણપણે અમન થઈ જશે.
માત્ર ભારતમાં જ મુસલમાનો સુરક્ષિત છે
પોપ્યુલેશન એક્ટ હોય કે અન્ય યોગી સરકારના ફેસલા તમામ મુસલમાનોના હિતમાં છે. સમજદાર મુસલમાન જાણે છે કે આ તેના હકમાં છે. જનસંખ્યા નીતિથી સૌકોઈને લાભ મળશે. પ્રગતિ પસંદ લોકો છે તેઓ બધા ભાજપ સાથે છે. સફાઅત હુસૈને કહ્યું કે સીરિયામાં આજે મુસલમાનોની શું સ્થિતિ છે એ બધાને ખબર જ છે. પાકિસ્તાનમાં મસ્જિદોમાં બોમ્બ કોઈ આરએસએસ, ભાજપ કે બજરંગ દળનો માણસ તો નથી ફોડી રહ્યો, મુસલમાન જ મુસલમાની મસ્જિદોમાં બોમ્બ ફોડી રહ્યા છે અને એ પણ એવા દેશમાં જ્યાં હુકુમત પણ મુસલમાનોની જ છે. માટે જો ક્યાંય સુરક્ષિત હોય તો તેઓ ભારતમાં જ છે. ભારતના મુસલમાન આ સમજી ચૂક્યા છે. હવે મુસલમાન અભ્યાસ પર ધ્યાન આપી રહ્યા છે. ભાજપની સંખ્યામાં મોટી સંખ્યામાં મુસલમાન આઈએએસ બન્યા છે.