કાનપુરઃ પોલિસની બેરહેમીભરી અને શરમજનક હરકતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે એક મહિલા જમીન પર પડી છે અને પોલિસ તેના પર બેસીને તેને મારી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ એસપીએ આરોપી સબ ઈન્સ્પેક્ટરને હાજર કર્યો છે. તમને જણાવી દઈએ કે આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરના ભોગનીપુર પોલિસ સ્ટેશનની પુખરાયાં પોલિસ ચોકીની છે.
સમાચાર મુજબ દુર્ગદાસપુર ગામના રહેવાસી વીરેન્દ્ર સિંહને ત્યાં ચોરીની ઘટના બન્યા બાદ તેમણે 7 જૂને ભોગનીપુર પોલિસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી હતી. વળી, ગામના યુવક સુરજીત સિંહ પર ચોરીની શંકા વ્યક્ત કરી હતી. ચોરી મામલે શનિવારે પુખરાયાં પોલિસ ચોકી ઈન્ચાર્જ મહેન્દ્ર પટેલ ચાર સિપાઈ સાથે ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન એક પણ મહિલા કૉન્સ્ટેબલ નહોતી. પોલિસે દુર્ગદાસપુર ગામમાં શિવમને પકડી લીધો. આના પર શિવમની મા સહિત અન્ય મહિલાઓ ત્યાં આવી પહોંચી અને દલીલો કરવા લાગી.
આ દરમિયાન ઈન્દ્રજીતની પત્ની શ્યામા દેવી(શિવમની મા)એ બચાવનો પ્રયત્ન કર્યો પરંતુ પોલિસે પોતાનો બધો ગુસ્સો તેમના પર કાઢી દીધો. આ દરમિયાન પોલિસે મહિલાને જમીન પર પટકી દીધી અને તેના પર ચડીને ખરાબ રીતે મારવા લાગ્યો. પોતાની સાસુને પોલિસથી બચાવવા માટે વહુ આરતી પહોંચી તો પોલિસ ચોકી ઈન્ચાર્જે તેની સાથે પણ ઉલઝ્યો. આ દરમિયાન ગામ લોકોઅ પોલિસની હરકતનો વીડિયો બનાવી લીધો. ગામ લોકોનો આરોપ છે કે મહિલા કૉન્સ્ટેબલ વિના પીડિતના ઘરે પહોંચેલા ચોકી ઈન્ચાર્જ મહિલાઓ સાથે ગેરવર્તણૂક કર્યુ.
વળી, શિવમે જણાવ્યુ કે પોલિસમાં તેની સામે કોઈ કેસ નથી તેમછતાં પોલિસ પંચાયત ચૂંટણીથી તેને હેરાન કરી રહી છે. પોલિસ અવારનવાર પૈસા પડાવવા માટે તેના પરિવાર પર દબાણ કરી રહ્યા છે. વળી, મહિલા સાથે કરવામાં આવેલ મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ એસપી કેશન કુમાર ચૌધરીએ આરોપી પોલિસને હાજર કર્યો છે. સાથે જ સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યુ કે સમગ્ર ઘટનાને સમજ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.