નવી દિલ્લીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે (રવિવાર) સંસદના ચોમાસુ સત્ર પહેલા કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભા સાંસદો સાથે મુલાકાત કરશે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે લોકસભા અને રાજ્યસભાના પોતાના સાંસદોની એક બેઠક બોલાવી છે. કોંગ્રેસ તરફથી અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ બેઠક સંસદના બંને ગૃહમાં અમારા પક્ષના પ્રભાવી કામકાજને સુવિધાજનક બનાવવા અને સુનિશ્ચિત કરવા માટે છે. આ બેઠક આજે સવારે 11 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રવિવારે સાંજે 4 વાગે ફ્લોર નેતાઓની એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી પાર્ટીઓએ ઘણા મુદ્દાઓ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરવાની તૈયારી કરી છે. પેટ્રોલ અને ડીઝલ, એલપીજી ગેસ, ખાદ્ય તેલ, વેક્સીનની કમી, કોરોનાના કુપ્રબંધન સહિત ઘણા એવા મુદ્દાઓ છે જેના પર વિપક્ષ સવાલ ઉઠાવી શકે છે.
સંસદનુ આ ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. બંને ગૃહો રાજ્યસભા અને લોકસભાની બેઠક રોજ સવારે 11 વાગે થશે અને સાંજે 6 વાગે ખતમ થશે. આ સંસદ સત્રમાં લગભગ 17 બિલ લોકસભામાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે. વળી, પાંચ એવા બિલ છે જે પાસ થવા માટે લિસ્ટેડ છે.