તાલિબાને દુખ વ્યક્ત કર્યુ
તાલિબને અફઘાનિસ્તાનના કંધારમાં તાલિબાન અને અફઘાન સૈનિકો વચ્ચેની અથડામણ દરમિયાન પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકારના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે શુક્રવારે સીએનએન-ન્યૂઝ 18 ને જણાવ્યું હતું કે "ફાયરિંગમાં કોના તરફથી ગોળી વાગી તે અમને ખબર નથી, પત્રકાર દાનિશને ગોળી વાગી હતી. અમેને જાણતા નથી કે ભારતીય પત્રકારનું મોત કેવી રીતે થયું છે.
તાલિબાનો પત્રકારો માટે માર્દદર્શિકા જાહેર કરી
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે સીએનએન-ન્યૂઝ 18 ને કહ્યું હતું કે "યુદ્ધ ક્ષેત્રમાં રિપોર્ટ કરવા આવતાં કોઈપણ પત્રકારે અમને જાણ કરવી જોઈએ કે તેઓ કેવી રીતે આવી રહ્યા છે." જો કોઈ પત્રકાર આવું કરે છે તો અમે તેની સંભાળ લઈશું અને સાવચેતી રાખીશું ". આગળ તાલિબાનના પ્રવક્તાએ સીએનએન-ન્યૂઝ 18 ને કહ્યું હતું કે ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીના મોત પર અમને દુખ છે. અમને જણાવ્યા વિના પત્રકારો યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. દાનિશ સિદ્દીકી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ માટે કામ કરતા હતા અને શુક્રવારે તાલિબાન દ્વારા ગોળી વાગતા મોત થયુ હતુ. પાકિસ્તાનની સરહદ નજીક શુક્રવારે અફઘાન સુરક્ષા દળો અને તાલિબાન લડવૈયાઓ વચ્ચે અઠડામણ દરમિયાન કવર કરી રહેલા 38 વર્ષીય દાનિશને ગોળી વાગી હતી.
અફઘાન સેનાએ શું કહ્યું?
ભારતીય પત્રકાર દાનિશના મોત બાદ અફઘાન સેનાના કમાન્ટરે રોઇટર્સને જણાવ્યું હતું કે, અફઘાન સ્પેશિયલ ફોર્સ સ્પિન બોલ્ડકના મુખ્ય બજાર વિસ્તારને ફરીથી કબજે કરવા માટે એક ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે તાલિબાન તરફથી ક્રોસ ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતુ. જેમાં દાનિશ અને સેનાના એક વરિષ્ઠ અફઘાન અધિકારીને ગોળી વાગી હતી.
રોયટર્સનુ નિવેદન
રોયટર્સના અધ્યક્ષ માઇકલ ફ્રિડેનબર્ગે પત્રકાર દાનિશના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, "અમે ક્ષેત્રના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ અને પત્રકાર દાનિશ વિશે વધુને વધુ માહિતી મેળવી રહ્યા છીએ. દાનિશ ઉત્તમ પત્રકાર, એક સમર્પિત પતિ અને પિતા હતા. ઓફિસમાંના બધા સાથીનો પ્રેમ તેના માટે હતો. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ તેના પરિવાર સાથે છે. બીજી તરફ સમાચાર એજન્સી પીટીઆઈએ આ મામલાની જાણકારી ધરાવતા લોકોના હવાલાથી જણાવ્યું છે કે, તાલિબાને દાનિશ સિદ્દીકીના પાર્થિ શરીરને ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિને સોંપ્યુ છે. ભારતને આ બાબતની જાણ કરવામાં આવી છે અને ભારતીય અધિકારીઓ તેને લાવવા માટે કામ કરી રહ્યા છે.