ડેલ્ટા વેરિઅન્ટે વિશ્વના 111 દેશોમાં પગ પેસારો કર્યો
ગેબ્રેયેસિસે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે વિશ્વના 111 દેશોમાં પગ પેસારો કર્યો છે. એ વાત સ્પષ્ટ છે કે ડેલ્ટા વેરિયન્ટ જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તે જોતા આગામી સમયમાં તે આખી દુનિયાના ફેલાશે. યુએનના અહેવાલનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વાયરસ સતત પોતાને બદલાતો રહે છે. જેના લીધી વાયરસ સમય જતાં વધુ જીવલેણ અને વધુ ચેપી થઈ રહ્યો છે. વિશ્વના તમામ દેશોએ વાયરસના બદલાતા સ્વરૂપ વિશે સાવધાન રહેવું જોઈએ, નહીં તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. ડેલ્ટાના વધતા જતા કેસને જોતા આરોગ્યની સુવિધાઓમાં સુધારો કરવાનો સમય આવી ગયો છે.
નવા દર્દીઓની સંખ્યામાં 10 ટકાનો વધારો
WHO ના સાપ્તાહિક અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે વિશ્વભરમાં ત્રણ મિલિયન કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. નવ અઠવાડિયા પછી, નવા દર્દીઓની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે, જ્યારે મૃત્યુની સંખ્યામાં ત્રણ ટકાનો વધારો થયો છે.WHOનો અંદાજ છે કે ડેલ્ટા વેરિએન્ટ દર્દીઓની વધતી સંખ્યાનું પરિણામ છે. આવશ્યક સાવચેતી અને પ્રતિબંધોને લીધે, આ જીવલેણ વેરિયન્ટને બેકાબૂ બનતા અટકાવી શકાય છે.
કેસ સતત વધી રહ્યા છે
WHOએ જણાવ્યું હતું કે યુરોપ અને ઉત્તર અમેરિકા સહિતના દેશોમાં રસીકરણ ઝુંબેશ વધુ તીવ્ર થવાને કારણે સંક્રમણ અને મૃત્યુના દરમાં ઘટાડો થયો હતો. હવે કેસ સતત વધી રહ્યા છે. ગત સપ્તાહે WHOનાં છ વિસ્તારોમાં સતત ચાર દિવસથી સંક્રમણ અને મોતના આંકડા વધી રહ્યાછે. છેલ્લા દસ અઠવાડિયાની તુલનામાં વાયરસ ફરી એકવાર બેકાબૂ થતો દેખાઈ રહ્યો છે.
રસી અપાયેલા લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ મળ્યા
યુએસ અને યુકેમાં રસી અપાયેલા લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ મળ્યા પછી WHO એ પણ સ્વીકાર્યું છે કે રસીથી ડેલ્ટા વેરિયન્ટ વાયરસને રોકવો અશક્ય છે. WHOનું કહેવુ છે કે, તેને માસ્ક, છ ફુટ અંતર અને સેનિટાઈઝરના ઉપયોગથી અટકાવી શકાશે. રસી અપાયેલા લોકો ડેલ્ટા માટે હથિયાર બની શકે છે, તેથી તેઓએ પણ સાવચેત રહેવું જોઈએ.
દરેક દેશને સપ્ટેમ્બર સુધીમાં તેની 10 ટકા વસ્તીને રસી આપવી પડશે
WHO કહે છે કે રોગચાળાની ત્રીજી લહેરને નિયંત્રિત કરવા વિશ્વના દરેક દેશને સપ્ટેમ્બર સુધીમાં તેની 10 ટકા વસ્તીને રસી આપવી પડશે. 2021 ના અંત સુધીમાં, આ દર 40 ટકા, જ્યારે 2022 ની મધ્ય સુધીમાં, દરેક દેશની 70 ટકા વસ્તીને રસી આપવી પડશે. WHOને ચિંતા છે કે રસી વિતરણમાં અસમાનતા હોવાને કારણે આ લક્ષ્ય પ્રાપ્ત કરવું મુશ્કેલ છે.