નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસો કહેર યથાવત છે અને મંગળવારે દેખાયેલ એક મોટા ઘટાડા બાદ બુધવારે સંક્રમણના કેસ ફરીથી વધી ગયા છે. કેન્દ્રીય આરોગ્યલ મંત્રાલય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 38,792 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 624 લોકોના મોત સંક્રમણના કારણે થયા છે. મંગળવારે કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 31,443 હતી. આ નવા આંકડાઓ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,09,46,074 અને મૃતકોની સંખ્યા 4,11,408 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 41 હજાર દર્દી રિકવર પણ થયા છે ત્યારબાદ દેશમાં રિકવર દર્દીઓની કુલ સંખ્યા 3,01,04,720 થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને હાલમાં 97 ટકાથી ઉપર છે. રિકવરી રેટ વધવાના કારણે કોરોના વાયરસના સક્રિય દર્દીઓમાં પણ ઘટાડો આવ્યો છે. જે હવે ઘટીને 4,29,946 જ બચ્યા છે. આ ઉપરાંત દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનના કુલ 38,76,97,935 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે જેમાંથી 37,14,441 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યો છે.
પર્યટક સ્થળો પર એકઠી થઈ રહી છે ભીડ, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા
તમને જણાવી દઈએ કે મંગળવારે ઉત્તર-પૂર્વ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થયેલી બેઠક દરમિયાન પીએમ મોદીએ કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરી. બેઠક દરમિયાન પીએમ મોદીએ પર્યટક સ્થળો ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં એકઠી થઈ રહેલી લોકોની ભીડ પર ચિંતા વ્યક્ત કરીને કહ્યુકે આ યોગ્ય નથી. પીએમ મોદીએ કહ્યુ કે હાલના દિવસોમાં હિલ સ્ટેશનો પર જે રીતે ફોટા સામે આવ્યા છે તેમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરતા નથી દેખાઈ રહ્યા, જે ખૂબ જ ચિંતાની વાત છે અને આ બેદરકારી બહુ ભારે પડી શકે છે.